સ્પોર્ટસ

મયંક અગરવાલ વિમાન શરૂ થતાં પહેલાં માંદો પડ્યો, હૉસ્પિટલમાં દાખલ કરાયો

અગરતલા: ભારત વતી એકવીસ ટેસ્ટ અને પાંચ વન-ડે રમી ચૂકેલો ઓપનિંગ બૅટર અને કર્ણાટકનો કૅપ્ટન મયંક અગરવાલ દિલ્હી જનારી ફ્લાઇટમાં બેઠો ત્યાર બાદ ફ્લાઇટ ટેક-ઑફ કરે એ પહેલાં જ તેની તબિયત બગડતાં તેને સ્થાનિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

સોમવારે મયંકના સુકાનમાં કર્ણાટકે રણજી મૅચમાં ત્રિપુરા સામે 29 રનથી વિજય મેળવ્યો હતો. એ મૅચમાં તેણે 51 અને 17 રન બનાવ્યા હતા. તે આખી ટીમ સાથે રાજકોટ (વાયા દિલ્હી) જવાનો હતો. ફ્લાઇટ શરૂ થવાને થોડી વાર હતી ત્યારે અચાનક જ મયંકની તબિયત બગડી હતી અને તેને બે ઊલટી થઈ હતી. તેની તબિયત શેના કારણે બગડી એ તરત નહોતું જાણવા મળ્યું. તેને તરત જ નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.


જો મયંકની તબિયત વધુ નહીં બગડે અને તે ડિસ્ચાર્જ લેશે તો વહેલાસર બેન્ગલૂરુ પહોંચી જશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button