મેરે પાસ આઓ, મેરે દોસ્તોં…સચિન કા કિસ્સા સૂનો… | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

મેરે પાસ આઓ, મેરે દોસ્તોં…સચિન કા કિસ્સા સૂનો…

મુંબઈઃ ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચિન તેન્ડુલકરે (Sachin Tendulkar) થોડા સમય પહેલાં આફ્રિકા (Africa) ખંડનો પ્રવાસ કર્યો હતો અને એ દરમ્યાન તેને ત્યાંના એક જંગલમાં જે કડવો અનુભવ થયો એ તેણે સોશ્યલ મીડિયામાં શૅર કર્યો છે.

1979ની સાલમાં અમિતાભ બચ્ચન, રેખા, અજિત, કાદર ખાન, અમજદ ખાન તેમ જ અનેક ભૂલકાંઓના અભિનયવાળી મિસ્ટર નટવરલાલ’ ફિલ્મ રિલીઝ થઈ હતી. સુપર-ડુપર હિટ નીવડેલી એ ફિલ્મના અમિતાભના સ્વરવાળા પ્રખ્યાત ગીત મેરે પાસ આઓ, મેરે દોસ્તોં…એક કિસ્સા સૂનો’ જેવું સચિન તેન્ડુલકર સાથે આફ્રિકામાં બની ગયું હતું.

આ પણ વાંચો: સચિને પહેલી વાર પુત્ર અર્જુનની વાગ્દતા સાનિયા ચંડોક સાથેનો ફોટો શૅર કર્યો, અંજલિ-સારા પણ તસવીરમાં

સચિનનો આ કિસ્સો આફ્રિકાના મસાઈ મારા નામના સ્થળના પ્રવાસનો છે. સચિને ઇન્સ્ટાગ્રામ પર એ કિસ્સાનો વીડિયો શૅર કરવાની સાથે કૅપ્શનમાં લખ્યું છે, ` જંગલ (Jungle)માં હંમેશાં તમને અનોખી રીતે જ આવકાર મળતો હોય છે. જીવ થોડો અધ્ધર થઈ ગયો, પણ મજા આવી ગઈ.’

સચિને એક મુલાકાતમાં કહ્યું, ` અમે ઍરક્રાફ્ટમાં હતા અને અમે જોયું કે વાતાવરણમાં પલટો આવતાં તોફાની પવન ફૂંકાવાનો શરૂ થઈ ગયો હતો. ખરેખર તો એ પવન જ્યાં સૌથી વધુ ફૂંકાઈ રહ્યો હતો ત્યાં જ અમારે લૅન્ડિંગ કરવાનું હતું. અમે એ લૅન્ડિંગ સ્ટ્રીપથી લગભગ બે માઇલ દૂર હતા, પરંતુ ખરાબ હવામાનને લીધે અમે ત્યાં લૅન્ડિંગ નહોતા કરી શક્યા.’

આ પણ વાંચો: સચિન તેંડુલકર BCCIના નવા પ્રમુખ બનશે! જાણો માસ્ટર બ્લાસ્ટરની કંપનીએ શું કહ્યું?

સચિને કિસ્સો આગળ વધારતા કહ્યું, ` અમારા પાઇલટ પાસે બીજો કોઈ છૂટકો જ નહોતો એટલે તેણે ઍરક્રાફ્ટને બીજા ઍરપોર્ટ તરફ વાળી લેવું પડ્યું હતું. જોકે ત્યાં તો વધુ મોટી મુસીબત અમારી રાહ જોઈ રહી હતી. નવા રનવે પર જંગલી પશુઓનું રાજ હતું. જાણે તેઓ અમને આવકારવા આવી ગયા હતા. તેમને ડરાવવા અને ભગાડવા અમારો પાઇલટ બે વખત વિમાનને નીચે સુધી લઈ ગયો હતો અને પછી પાછું ઉપર લાવી દીધું હતું. છેવટે રનવે સાફ થઈ ગયો અને અમે સલામત લૅન્ડિંગ કરી શક્યા હતા.’

સચિને સ્ટોરીને આગળ વધારતા કહ્યું, ` હવે નવી મુસીબત આવી. વરસાદ શરૂ થઈ ગયો હતો અને અમે તાબડતોબ ફરી ટેક-ઑફ કરવાની સ્થિતિમાં પણ નહોતા. જોકે સ્થાનિક વિભાગોના વડા અમને સલામત રીતે નિયત સ્થાન સુધી પહોંચાડવા આવી ગયા હતા. છેવટે અમે બધા હતા તો જંગલમાં જ એટલે થોડો ડર તો લાગતો જ હતો. ત્યાર પછીની ટૂર પણ યાદગાર બની ગઈ હતી.’

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button