ઓલિમ્પિક મેડલ વિજેતા મુક્કેબાજ મેરી કોમે કરી છૂટાછેડાની પુષ્ટિ, અફેરની અફવાને પાયાવિહોણી ગણાવી…

નવી દિલ્હી : ઓલિમ્પિક મેડલ વિજેતા મુક્કેબાજ મેરી કોમે બુધવારે પતિ કારુંગ ઓનલરથી છૂટાછેડાની સત્તાવાર પુષ્ટિ કરી છે. આ બંનેના છૂટાછેડા પરંપરાગત કાયદા હેઠળ બંનેના પરિવારો અને વડીલોની હાજરીમાં પરસ્પર સંમતિથી 20 ડિસેમ્બર 2023 ના રોજ થયા હતા. આ બંનેના લગ્ન 2005માં થયા હતા.આ છૂટાછેડાના લગભગ 16 મહિના પછી તેમણે આ વાતની જાહેરાત કરી છે. જ્યારે ઘણા લોકોએ તેમના અંગત જીવન વિશે અફવાઓ ફેલાવવાનું શરૂ કર્યું ત્યારે તેમણે આ મુદ્દા પર પ્રતિક્રિયા આપી હતી. મેરી કોમ અને તેમના પતિ વચ્ચે લગ્નના 18 વર્ષ બાદ છૂટાછેડા થયા હતા.

મેરી કોમે આ અફવા પર મૌન તોડ્યું
આ અફવાઓમાં એવા દાવાઓનો સમાવેશ થતો હતો કે તેમના બિઝનેસ પાર્ટનર અને મેરી કોમ બોક્સિંગ ફાઉન્ડેશનના ચેરમેન હિતેશ ચૌધરી સાથે અફેર હતું. જ્યારે અન્ય મુક્કેબાજના પતિ સાથે તેમની સંડોવણીના આરોપો પણ હતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર, મેરી કોમે તેના દ્વારા જાહેર કરેલી કાનૂની નોટિસ શેર કરી હતી. આ નોટિસમાં
સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે તેના છૂટાછેડા મહિનાઓ પહેલા મૈત્રીપૂર્ણ રીતે થયા હતા. તે હવે આગળ વધી છે અને તે પાછલા લગ્ન જીવન વિશે વધુ ટિપ્પણી કરવા નથી માંગતી .
અફવાઓ સંપૂર્ણપણે પાયાવિહોણી
આ નિવેદન અનુસાર, તે હિતેશ ચૌધરી કે અન્ય કોઈને ડેટ કરી રહી છે તેવી અફવાઓ સંપૂર્ણપણે પાયાવિહોણી અને ખોટી છે. નિવેદનમાં મીડિયા પ્લેટફોર્મ્સને તેમની ગોપનીયતાના અધિકારનો આદર કરવા અને ખોટી માહિતી ફેલાવવાનું ટાળવા વિનંતી પણ કરવામાં આવી છે.