સ્પોર્ટસ

`હું જો સિલેક્ટર હોત તો મેં રોહિતને કહી જ દીધું હોત કે…’ આવું કોણે શા માટે કહ્યું, જાણો છો?

મેલબર્નઃ બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં ભારતે જસપ્રીત બુમરાહના સુકાનમાં વિજય સાથે ટેસ્ટ-શ્રેણીની શરૂઆત કરી, પરંતુ ત્યાર બાદ રોહિત શર્માએ ટીમમાં કમબૅક કર્યું ત્યાર પછી ભારતે એક પરાજય જોયો છે અને ખરાબ વાતાવરણને કારણે એક ટેસ્ટ ડ્રૉમાં ગઈ હતી ત્યારે હવે ચોથી ટેસ્ટમાં ભારતે કદાચ વધુ એક પરાજયનો સામનો કરવો પડે એવી સ્થિતિમાં એક ભૂતપૂર્વ ક્રિકેટરે મોટું નિવેદન આપતા કહ્યું છે કે હું જો ભારતનો સિલેક્ટર હોત તો મેં રોહિત પાસેથી કૅપ્ટન્સી પાછી લઈને બુમરાહને આપી દીધી હોત.

આ પણ વાંચો : જસપ્રિત બુમરાહે આજે તોડ્યા આ રેકોર્ડ્સ, આ દિગ્ગજોની યાદીમાં સામેલ થયો

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન માર્ક વૉએ આવું કહ્યું છે. રોહિતના સુકાનમાં ઑસ્ટ્રેલિયામાં ભારતીય ટીમ માટે પથ મુશ્કેલ બનતો ગયો એ તો ઠીક, પણ ખુદ રોહિત બૅટિંગમાં પણ ફ્લૉપ રહ્યો છે.

રોહિતે આ સિરીઝમાં ચાર ઇનિંગ્સમાં અનુક્રમે 3, 6, 10 અને 3 રન બનાવ્યા છે. માર્ક વૉએ એવું પણ કહ્યું છે કે મેં મેલબર્નની ચોથી ટેસ્ટના (સોમવારના) બીજા દાવને અંતે રોહિત વિશે આખરી નિર્ણય લઈ લીધો હોત. તે સોમવારે બીજી ઇનિંગ્સમાં પણ રન ન બનાવી શક્યો તો (હું જો ભારતીય સિલેક્ટર હોત તો) રોહિત વિશે અંતિમ નિર્ણય લઈને તેને કહી દેત કે ભાઈ, તારો ઘણો આભાર કૅપ્ટન્સી સંભાળવા બદલ. તું મહાન ખેલાડી છે, પણ અમે હવે સિડનીની છેલ્લી ટેસ્ટ માટે બુમરાહને નેતૃત્વ સોંપી રહ્યા છીએ અને આ તારી ટેસ્ટ કરીઅરનો અંત કહી શકાય.’ માર્ક વૉએ કહ્યું કેરોહિતને આવું કહીને મેં ટીમનું સુકાન બુમરાહને સોંપી જ દીધું હોત.’

આ પણ વાંચો : નીતીશ રેડ્ડીને આંધ્ર ક્રિકેટ ઍસોસિયેશનનું પચીસ લાખ રૂપિયાનું ઇનામ

ઉલ્લેખનીય છે કે ઑસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલાં ઘરઆંગણે ન્યૂ ઝીલૅન્ડ સામેની ત્રણ મૅચની સિરીઝમાં પણ રોહિત ફ્લૉપ હતો. તેણે ત્રણ ટેસ્ટની છ ઇનિંગ્સમાં માત્ર બાવન રન બનાવ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button