સ્પોર્ટસ

સાઉથ આફ્રિકા ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલ જીતશે તો `ચૉકર્સ’ની છાપ ભૂંસાઈ જશેઃ માર્ક બાઉચર…

બુધવાર, 11મી જૂનથી લૉર્ડ્સમાં ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે ડબ્લ્યૂટીસીની ફાઇનલ

જોહનિસબર્ગઃ લૉર્ડ્સમાં બુધવાર, 11મી જૂને સાઉથ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની જે ફાઇનલ શરૂ થવાની છે એ જો સાઉથ આફ્રિકા (SOUTH AFRICA) જીતી લેશે તો દેશમાં ટેસ્ટ ક્રિકેટને નવો વળાંક મળશે અને આ ફૉર્મેટની લોકપ્રિયતા વધી જશે, એવું સાઉથ આફ્રિકાનો ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટ્સમૅન અને ભૂતપૂર્વ કોચ માર્ક બાઉચર (MARK BOUCHER) માને છે. તે એવું પણ કહે છે કે આ ફાઇનલ જીતીને સાઉથ આફ્રિકાની ટીમ દેશ પર વર્ષોથી લાગેલી ચૉકર્સ’ની છાપ પણ ભૂંસી શકશે.

સાઉથ આફ્રિકાની ક્રિકેટ જગતમાં ચૉકર્સ’ તરીકેની છાપ છે. ટુર્નામેન્ટમાં નૉકઆઉટમાં અથવા સેમિ ફાઇનલ તથા ફાઇનલમાં હારી જવા માટે જાણીતા સાઉથ આફ્રિકાએ ટેસ્ટના આ વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા મેળવી એને બાઉચર બહુ મોટી અને સાઉથ આફ્રિકાની ઇમેજમાં પરિવર્તન લાવી શકે એવી સિદ્ધિ માને છે.

સાઉથ આફ્રિકાની ટીમે ખૂબ સંઘર્ષ કરીને ડબ્લ્યૂટીસીની ફાઇનલમાં પહેલી વાર પ્રવેશ મેળવ્યો છે. જોકે ઇંગ્લૅન્ડનો ભૂતપૂર્વ કૅપ્ટન અને વિવેચક માઇકલ વૉન કહે છે કે બે વર્ષની ડબ્લ્યૂટીસીની સીઝનમાં સાઉથ આફ્રિકાએ ઇંગ્લૅન્ડનો કે ઑસ્ટ્રેલિયાનો સામનો નહોતો કરવો પડ્યો એટલે એને આસાનીથી ફાઇનલમાં પહોંચવા મળ્યું છે.

જોકે બાઉચર કહે છે કે `આઇસીસી દ્વારા બનેલું શેડ્યૂલ જ એવું હતું જેમાં આ બે મોટા દેશોનો સામનો નહોતો કરાયો. જોકે અમારા દેશ વિશેની ચૉકર્સ વિશેની છાપ વિશે કહ્યું તો જ્યાં સુધી અમે મોટી ટ્રોફી નહીં જીતીએ ત્યાં સુધી આ છાપ રહેશે જ.’
સાઉથ આફ્રિકાનો છેલ્લા થોડા વર્ષોમાં ટી-20 વર્લ્ડ કપની મહિલાઓની બે ફાઇનલ તેમ જ પુરુષોની એક ફાઇનલ (ભારત સામે) પરાજય થયો છે.

આપણ વાંચો : Mark Boucherના નિવેદન પર Rohit Sharmaની પત્ની Ritika Sharmaએ આપી આવી પ્રતિક્રિયા…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button