વધુ એક ભારતીય ક્રિકેટરનું ઘર તૂટવાની આરે! પતિ-પત્નીએ એકબીજાને અનફોલો કર્યા…

મુંબઈ: છેલ્લા ઘણા સમયથી ઘણા ભારતીય ક્રિકેટરોના લગ્ન જીવન ચર્ચામાં રહ્યા છે. ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ તેની પત્ની હસીન જહાંથી તલાક લીધા હતાં, ત્યાર બાદ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશાના ડિવોર્સ થયા હતાં, સ્પિન બોલર યુઝવેન્દ્ર ચહલના તેની પત્ની ધનશ્રી વર્માથી અલગ થવાની અટકળો સતત ચાલી રહી છે. એવમાં વધુ એક ક્રિકેટરના લગ્નજીવનમાં ભંગાણની અટકળો શરુ થઇ છે. એહવાલ મુજબ બેટર મનીષ પાંડે અને તેની પત્ની આશ્રિતા શેટ્ટી વચ્ચે અણબનાવ ચાલી (Manish Pandey Ashrita Shetty Divorce) રહ્યો છે.
Also read : IPL 2025 ના પહેલા હાફમાં આ સ્ટાર ખેલાડીઓ નહીં રમી શકે! આ ફ્રેન્ચાઈઝીઓની ચિંતા વધી…

અહેવાલ મુજબ ડિસેમ્બર 2019 મનીષ અને આશ્રીતાના લગ્ન થયા હતાં હતા. હાલ બંનેએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એકબીજાને અનફોલો કરી દીધા છે, જેને કારણે અટકળો વહેતી થઇ છે.
કેમ લાગી રહી છે અટકળો?
એક મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે મનીષ પાંડે અને તેની પત્ની આશ્રિતા વચ્ચેના સંબંધોમાં ખટાસ આવી ગઈ છે. બંનેએ એકબીજાથી અલગ થવાનું વિચારી રહ્યા છે. મનીષ અને આશ્રિતા ઘણા સમયથી સામાજિક કાર્યક્રમોમાં સાથે જોવા મળ્યા નથી. મનીષ અને આશ્રિતાએ સોશિયલ મીડિયા પરથી તેમના લગ્નના ફોટા પણ ડિલીટ કરી દીધા છે; મનીષે છેલ્લા 40 અઠવાડિયાથી તેના ઇન્સ્ટાગ્રામ પર કંઈપણ પોસ્ટ કર્યું નથી.
અટકળો અંગે અંગે મનીષ કે આશ્રિતા દ્વારા કશું કેહવામાં આવ્યું નથી.
મનીષની કરિયર:
મનીષ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમી રહ્યો છે, મનીષ KKR ઉપરાંત સહીત IPLની ઘણી ફ્રેન્ચાઈઝી માટે રમી ચૂક્યો છે. મનીષે ભારત માટે 29 વનડે અને 39 T20I મેચ રમી છે. મનીષ 2018 માં એશિયા કપ પણ રમ્યો હતો. મનીષ છેલ્લા કેટલાક વર્ષોથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ નથી રમી રહ્યો.
Also read : ઋષભ પંતે આઈપીએલ માટે આપ્યું મહત્ત્વનું નિવેદન, આકર્ષણ સ્વાભાવિક પણ…
આશ્રિતા વ્યવસાયે એક અભિનેત્રી છે. આશ્રિતાએ મોટાભાગે તમિલ ફિલ્મોમાં કામ કર્યું છે અને ઇન્સ્ટાગ્રામ પર તેના લગભગ 218K ફોલોઅર્સ છે. અહેવાલ મુજબ મનીષ સાથે લગ્ન કર્યા પછી આશ્રિતાએ ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું.