અચાનક યુવકને કેમ આવવા લાગ્યા વિરાટ કોહલી, ડિવિલયર્સના કોલ? રજત પાટીદાર સાથે છે કનેક્શન…

તમે વિચાર કરો કે તમે કોઈ મોબઈલ નંબર ખરીદ્યો છે અને એ મોબાઈલ નંબર પર તમને અચાનક જ જાણીતા ખેલાડીઓ કે સેલિબ્રિટીઓના ફોન આવવા લાગે તો? સાંભળવામાં એકદમ વિચિત્ર કોઈ ફિલ્મી સ્ટોરી જેવું લાગતું હોય પણ આ હકીકત છે. આવું થયું છે ગરિયાબંદ જિલ્લાના એક ખેલાડી સાથે. જેને ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડીઓના ફોનન આવવા લાગ્યા અને તે બધાને રોન્ગ નંબર છે એવું કહેતો રહ્યો. ચાલો આખરે એવું તે શું થયું કે આવું થવા લાગ્યું એની આખી ઈનસાઈડ સ્ટોરી જણાવીએ-
આ ઘટના એ સમયે પ્રકાશમાં આવી જ્યારે 21 વર્ષીય મનિષ બિસી નામના એક યુવકને ક્રિકેટ્સના પોન આવવા લાગ્યા. મનિષ મદાગામનો રહેવાસી છે. ગરિયાબંદના એસપીએ આ ઘટના અંગા માહિતી આપતા જણાવ્યું હતું કે મનિષને આપવામાં આવેલો નંબર છ મહિનાથી બંધ હતો. કંપનીના નિયમ અનુસાર જ્યારે કોઈ નંબર છ મહિના કરતાં લાંબા સુધી સુધી બંધ રહે તો તે બીજા યુઝરે આપવામાં આવે છે. બસ આ જ રીતે આ નંબર મનિષને મળ્યો. મનિષને મળેલો આ નંબર ઈન્ડિયન ક્રિકેટર રજત પાટીદારનો હતો.
મનિષે જૂનના અંતમાં દેવભોગની એક મોબાઈલ દુકાનમાંથી એક નવો સિમકાર્ડ ખરીદ્યું હતું. એક અઠવાડિયા બાદ મનિષના મિત્રએ તેને વોટ્સએપ શરૂ કરવામાં મદદ કરી. વોટ્સએપ પર તરત જ રજત પાટીદારનો ફોટો દેખાવવા લાગ્યો. પહેલાં તો એને લાગ્યું કે કંઈક ગડબડ છે. પણ પછી તરત જ વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ અને બીજા અનેક ખેલાડીઓના ફોન આવવા લાગ્યા અને તેઓ તેને રજત કહીને વાત કરવા લાગ્યા. શરૂઆતમાં તો મનિષને લાગ્યું કે લોકો એની સાથે મજાક કરી રહ્યા છે અને 15 દિવસ સુધી તેણે કોલ કરનારાઓ સાથે વાત કરવાનું ચાલું રાખ્યું હતું.
પરંતુ વાત ત્યારે ગંભીર થઈ જ્યારે પાટીદાર પોતાનો જૂનો નંબર ઉપયોગમાં ના લઈ શક્યો. તેણે મધ્યપ્રદેશ સાઈબર સેલને કોન્ટેક્ટ કર્યો. સાઈબલ સેલે ગરિયાબંદ પોલીસને ફોન કર્યો. પોલીસની એક ટીમ મનિષના ગામ પહોંચી ગઈ અને તેની પાસેથી સિમકાર્ડ કબજે કરી લીધો હતો અને સિમકાર્ડ પાછો રજત પાટીદારને મોકલી આપ્યો હતો.
આ ઘટના વિશે મનિષે વાત કરતાં જણાવ્યું હતું કે મારી સાથે બનેલી આ ઘટના મને જીવનભર યાદ રહેશે. એટલું જ નહીં તેણે એવી આશા પણ વ્યક્ત કરી હતી કે તે ક્યારેક ને ક્યારેક તો રજત પાટીદારને મળશે. મનિષ ખુદ વિરાટ કોહલીનો મોટો ફેન છે. હવે આ ગડબડ કેમ છે અને કઈ રીતે થઈ એ તો મોબાઈલ કંપની કે રજત પાટીદાર જ રહી શકશે.
આપણ વાંચો: યશ દયાલ પર પ્રતિબંધ: જાતીય શોષણના આરોપ બાદ ટી-20 લીગમાંથી બહાર