નેશનલસ્પોર્ટસ

મણિપુરના નવા મુખ્ય પ્રધાનનો ટાયેકવૉન્ડોની રમત સાથે શું સંબંધ છે, જાણો છો?

નવી દિલ્હીઃ બુધવારે મણિપુર (MANIPUR) રાજ્યના નવા મુખ્ય પ્રધાન તરીકે શપથ લેનાર ભાજપના નેતા યુમનામ ખેમચંદ સિંહનો ટાયેકવૉન્ડોની રમત સાથે બહુ જૂનો નાતો છે અને તેમણે સીએમ તરીકે કાર્યભાર સંભાળ્યો એ સાથે આ રમત સાથેના તેમના સંબંધોની રસપ્રદ જાણકારી બહાર આવી છે.

ટાયેકવૉન્ડો (TAEKWONDO)ની રમત કોરિયન માર્શલ આર્ટ પર આધારિત છે. આ રમત કૉમ્બેટ સ્પોર્ટ તરીકે પણ જાણીતી છે અને એમાં કિકિંગ તથા પન્ચિંગના દાવપેચ શીખવવામાં આવે છે. ઘણા ભારતીયો આ માર્શલ આર્ટમાં વિવિધ કૅટેગરીના બ્લૅક બેલ્ટ મેળવી ચૂક્યા છે.

યુમનામ ખેમચંદ સિંહ 62 વર્ષના છે. તેઓ 16 વર્ષના હતા ત્યારથી માર્શલ આર્ટ જાણે છે. 1980ના દાયકામાં તેમણે જ આસામ અને મણિપુરમાં ટાયેકવૉન્ડોની કળાને પ્રચલિત કરી હતી. તેઓ ઑલ આસામ ટાયેકવૉન્ડો અસોસિયેશનના સ્થાપક છે.

યુમનામ ખેમચંદ સિંહ બ્લૅક બેલ્ટ ધરાવે છે અને અગાઉ તેઓ ટાયેકવૉન્ડો ફેડરેશન ઑફ ઇન્ડિયાના ઉપ-પ્રમુખ હતા. તેઓ મણિપુરના મુખ્ય પ્રધાન બન્યા હોવાથી હવે આ રાજ્યમાં ટાયેકવૉન્ડોની રમતને વધુ ફેલાવો મળશે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button