આઈપીએલના ઈતિહાસમાં પહેલી વખત મહિલા ઓક્શનરે ભાગ લીધો, જાણો કોણ છે? | મુંબઈ સમાચાર

આઈપીએલના ઈતિહાસમાં પહેલી વખત મહિલા ઓક્શનરે ભાગ લીધો, જાણો કોણ છે?

દુબઈ: એક સમય હતો જ્યારે લોકોમાં એવી ચર્ચા હતી કે IPLમાં મહિલા ક્રિકેટ ટીમ હોવી જોઈએ કે નહીં, પરંતુ આજે મહિલાઓ માત્ર આઈપીએલનો હિસ્સો નથી, પરંતુ હરાજીકર્તા બનીને ઈતિહાસ પણ રચી રહી છે. આ દિવસોમાં દરેક વ્યક્તિ મલ્લિકા સાગરના વખાણ કરી રહ્યા છે. તે IPL ઈતિહાસમાં પ્રથમ મહિલા હરાજી કરનાર બની ગઈ છે.

નોંધનીય છે કે IPL 2022 ની સિઝનમાં હ્યુ એડમ્સે ખેલાડીઓની હરાજી કરી હતી. હરાજી દરમિયાન બોલી લગાવતી વખતે હાંફતા હાંફતા તેઓ નીચે પડી ગયા હતા. આ પછી ભારતની ચારુ શર્માએ બાકીની હરાજી પૂર્ણ કરી હતી.

IPL લીગના છેલ્લા 16 વર્ષના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે વિદેશમાં હરાજીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પ્રથમ વાર દુબઇ ખાતે ખેલાડીઓની હરાજી કરવામાં આવી રહી છે. આ વર્ષની હરાજી માટે કુલ 333 નામ સામેલ કરવામાં આવ્યા છે, જેમાં 214 ભારતીય અને 119 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ વખતે હરાજી કરનાર મલ્લિકા સાગર છે. હરાજીમાં 10 ટીમ ભાગ લઇ રહી છે. 10 ફ્રેન્ચાઇઝી ટીમો પાસે 262.95 કરોડ રૂપિયાની મોટી રકમ છે.

મલ્લિકા સાગર કન્સલ્ટન્ટ છે. હાલમાં તે આર્ટ ઈન્ડિયા કન્સલ્ટન્ટ્સ ફર્મ સાથે કામ કરી રહી છે. મલ્લિકા લીગની શરૂઆતથી જ WCLમાં BCCIની હરાજી કરે છે. આ પહેલા તે વર્ષ 2021માં પ્રો કબડ્ડી લીગની હરાજીમાં પણ ભાગ લઈ ચુકી છે. IPL લીગના છેલ્લા 16 વર્ષના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે કે હરાજી કરનાર પુરુષ નહીં પરંતુ મહિલા છે. સ્પોર્ટ્સ જગતમાં મહિલાઓની સંખ્યા વધારવા માટે મલ્લિકા સાગરનું આ પગલું ખૂબ જ પ્રશંસનીય છે. આજે પણ રમતગમતમાં સ્ત્રી-પુરુષ વચ્ચે મોટું અંતર જોવા મળે છે. ખાસ કરીને ક્રિકેટના મેદાનમાં મહિલા ખેલાડીઓ માટે બહાર આવવું સરળ નહોતું. આવી સ્થિતિમાં, મલ્લિકા સાગર માટે મહિલા હરાજીકર્તા બનવું એ મોટી વાત છે.

Back to top button