ખેલો ઇન્ડિયાના મેડલ વિજેતાઓને કેન્દ્ર સરકારે કયા મોટા લાભની ઑફર કરી?
નવી દિલ્હી: દેશના રમતગમત ક્ષેત્રની સૌથી મોટી સ્પર્ધા ખેલો ઇન્ડિયામાં ચંદ્રક જીતનારાઓ હવેથી સુધારિત માપદંડ હેઠળ સરકારી નોકરી મેળવી શકશે.
સ્પોર્ટ્સ મિનિસ્ટર અનુરાગ ઠાકુરના જણાવ્યા મુજબ ખેલો ઇન્ડિયાની સ્પર્ધાઓ યોજવા પાછળનો વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો હેતુ તળિયાના સ્તરેથી ટૅલન્ટ શોધીને તેમ જ ખેલકૂદને આર્થિક રીતે લાભદાયી અને કારકિર્દી બનાવવા યોગ્ય બનાવવાનો છે.
ખેલો ઇન્ડિયામાં યુથ ગેમ્સ (18 કે એનાથી વધુ ઉંમરના સ્પર્ધકો માટે), યુનિવર્સિટી ગેમ્સ, પૅરા (દિવ્યાંગ) ગેમ્સ અને વિન્ટર ગેમ્સમાં મેડલ જીતનારાઓને સરકારી નોકરીની ઑફર કરાઈ છે.
ખેલો ઇન્ડિયા સ્પર્ધા સૌથી પહેલાં 2018ની સાલમાં યોજાઈ હતી.
સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઑફ ઇન્ડિયાની ઇવેન્ટ્સમાં સિદ્ધિઓ મેળવનારાઓ પણ પાત્રતા જાળવી શકશે. આંતરરાષ્ટ્રીય કે રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં દેશનું કે રાજ્યનું પ્રતિનિધિત્વ કરનારાઓ તેમ જ જુનિયર નૅશનલ ટૂર્નામેન્ટોમાં પણ સફળતા મેળવનારને પણ સરકારી નોકરી મળી શકશે.