IPL 2024સ્પોર્ટસ

LSG vs GT: મયંક નામનું વાવાઝોડું ગુજરાતને પણ સપાટામાં લેશે?

લખનઊને ટાઇટન્સ સામે કેમેય કરીને પહેલી વાર જીતવું જ છ

લખનઊ: આઇપીએલમાં અત્યારે જ્યાં જુઓ ત્યાં (કોઈ પણ શહેરમાં કે રાજ્યમાં) લખનઊ સુપર જાયન્ટ્સના ફાસ્ટેસ્ટ બોલર મયંક યાદવનું જ નામ સૌથી વધુ ચર્ચામાં છે અને રવિવારે સાંજે 7.30 પછી લખનઊમાં તેના નામનો વંટોળ ફૂંકાવાની સંભાવના છે. તે આ વખતની આઇપીએલમાં બે મૅચ રમ્યો અને બન્નેમાં આ સીઝનનો ફાસ્ટેસ્ટ બૉલ ફેંક્યા પછી સર્વશ્રેષ્ઠ પર્ફોર્મન્સ બદલ મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો છે. રવિવારે (સાંજે 7.30 વાગ્યાથી) લખનઊની ઘરઆંગણે ગુજરાત ટાઇટન્સ સામે મૅચ છે જે ખૂબ રસાકસીભરી થવાની પાકી સંભાવના છે.

30મી માર્ચે પંજાબ સામે મયંકે 27 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. એ મૅચમાં તેણે પંજાબના કૅપ્ટન શિખર ધવનને કલાકે 155.8ની ઝડપે બૉલ ફેંક્યો હતો, પંજાબ હારી ગયું હતું અને મયંક પુરસ્કાર જીત્યો હતો. બીજી એપ્રિલે બૅન્ગલૂરુ સામે મયંકે 14 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. તેણે એ મૅચમાં એક બૉલ 156.7ની ઝડપે ફેંકીને ધમાલ મચાવી દીધી હતી. આ સીઝનનો એ ફાસ્ટેસ્ટ બૉલ છે. હવે તે રવિવારે ગુજરાત સામે વધુ ઝડપે બૉલ ફેંકશે કે પછી 150-પ્લસની સ્પીડે બૉલ ફેંકતા રહીને ગિલ ઍન્ડ કંપનીને મુસીબતમાં મૂકીને મૅન ઑફ ધ મૅચના અવૉર્ડની હૅટ-ટ્રિક કરશે કે કેમ એ જોવું રહ્યું.


લખનઊ અને ગુજરાતની ટીમે 2022માં આઇપીએલમાં એકસાથે ડેબ્યૂ કર્યું હતું. લખનઊની ટીમની માલિકી આરપી સંજીવ ગોએન્કા પાસે છે, જ્યારે ગુજરાતની ટીમની ઓનરશિપ યુરોપની સીવીસી કૅપિટલ નામની કંપની પાસે છે.


લખનઊ અને ગુજરાત સામસામે અત્યાર સુધીમાં કુલ ચાર મૅચ રમ્યા છે અને ચારેય મૅચ ગુજરાતે જીતી હોવાથી કેએલ રાહુલના સુકાનમાં લખનઊને હવે તો એની સામે જીતવાની શરૂઆત કેમેય કરીને કરવી છે. એનો ફાસ્ટેસ્ટ બોલર મયંક યાદવ અત્યારે કોઈ પણ બૅટરને આઉટ કરી શકે એવી હાલતમાં છે. એનો એક જ પુરાવો પૂરતો છે. શુભમન ગિલના નેતૃત્વ હેઠળની ગુજરાતની ટીમના બૅટર ડેવિડ મિલરે પોતાના સાથી બૅટર્સને સલાહ આપી છે કે ‘તમે જો મયંકની બોલિંગમાં ફટકાબાજી કરી શકો એવી સ્થિતિમાં ન હો તો તેની ઓવર હેમખેમ પૂરી કરી નાખજો, બસ.’ જોકે મયંકે કહ્યું છે કે તે લખનઊને ગુજરાત સામે પહેલો વિજય અપાવવા મક્કમ છે અને અપાવીને જ રહેશે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત