IPL 2024સ્પોર્ટસ

IPL: PBKS VS LSG: લખનઊની હારની બાજી જીતમાં પલટાવનારા મયંક યાદવ કોણ છે?

રાજધાની એક્સપ્રેસ તરીકે ઓળખાશે?

લખનઊ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)ની ગઈકાલની મેચમાં પંજાબ કિંગ્સ ઈલેવન (PBKS)ની જીતની બાજી આશ્ચર્યજનક રીતે હારમાં પરિણમી હતી. લખનઊ (LSG)ના 199 રન સામે 178 રન કરતા પંજાબ સતત બીજી વખત હાર્યું હતું પણ આ મેચના રિયલ હીરો લખનઊ (સુપર જાયન્ટ્સ વતી ડેબ્યૂ મેચ રમનાર)નો મયંક યાદવ હતો. યાદવે પંજાબની એક પછી એક મહત્વની વિકેટ લેવામાં સફળ રહ્યો હતો અને પહેલી મેચમાં મેન ઓફ ધ મેચ બન્યો હતો.

કોણ છે મયંક યાદવ તો એ સવાલનો જવાબ આપીએ કે દિલ્હીમાં જન્મેલા અને દિલ્હીની સોનેટ ક્રિકેટ ક્લબ તાલીમ લીધી છે મયંક યાદવે. આ જ ક્લબમાંથી ભારતીય ક્રિકેટર રિષભ પંત, શિખર ધવન અને આશિષ નહેરા વગેરે તૈયાર થયા છે. ડોમેસ્ટિક ક્રિકેટની વાત કરીએ તો મયંક યાદવ અત્યાર સુધીમાં 17 લીસ્ટ A, 10 T20 મેચ રમ્યો છે, જેમાં કુલ મળીને 46 (34+12) વિકેટ ઝડપી છે. સામાન્ય પરિવારમાંથી આવતા મયંક યાદવને આઈપીએલની ઓક્સન (2022)માં 20 લાખની બેઝ પ્રાઇઝમાં ટ્રેડ કરવામાં આવ્યો હતો. જોકે, ઇજાગ્રસ્ત હોવાને કારણે 2023માં તે રમી શક્યો નહોતો પણ ગઈકાલની ડેબ્યૂ મેચમાં તરખાટ મચાવ્યો હતો. મયંકે તેની કારકિર્દી (IPL)નો પહેલો બોલ 147.1 કિમી પ્રતિ કલાકની ઝડપે ફેંક્યો હતો. એના પછી 4 ઓવરના સ્પેલમાં 150 કિમી પ્રતિ કલાકથી વધુ ઝડપે 9 બોલ ફેંક્યા હતા. આશ્ચર્યજનક વાત એ હતી કે તેનો સૌથી ધીમો બોલ પણ 141 કિમી પ્રતિ કલાકનો હતો.


મેચ જીત્યા પછી જાણીતા ક્રિકેટર સંજય માંજરેકરે કહ્યું હતું કે પાકિસ્તાનના ફાસ્ટ બોલર શોએબ અખ્તરને રાવલપિંડી એક્સપ્રેસ કહેવામાં આવે છે, કારણ કે આ ટ્રેન રાવલપિંડીથી દોડતી હતી. એટલે મયંક નવી દિલ્હીનો છે અને રાજધાની એક્સપ્રેસ ત્યાંથી ચાલે છે, તેથી મયંક યાદવ રાજધાની એક્સપ્રેસ છે.

મેચની વાત કરીએ તો ગઈકાલે (લખનઊ સુપર જાયન્ટ) 199 રનનો ટાર્ગેટ અચીવ કરવા આવેલી પંજાબની ટીમ વતીથી ગબ્બર એટલે શિખર ધવન, કુણાલ પંડયા સહિત વગેરેએ મજબૂત બેટિંગ કરી હતી. પંજાબની ટીમના મહત્વનાં બેટરને પેવેલિયન ભેગા કરવામાં 21 વર્ષના નવોદિત બોલર મયંક યાદવે ચમત્કાર કર્યો હતો. મયંકે પંજાબનાં સ્ટાર બેટર જૉની બેરસ્ટો (29 બોલમાં 42), જિતેશ શર્મા અને પી સિંધની મહત્વની વિકેટ લીધી હતી, જ્યારે મોશિન ખાને શિખર ધવન અને સેમ કરેનની વિકેટ ઝડપી હતી.

https://twitter.com/i/status/1774257278117630026

પંજાબ વતી શિખર ધવન (7 ચોગ્ગા અને ત્રણ સિક્સર સાથે 50 બોલમાં 70 રન) આઉટ થયા પછી ટીમે ઘૂંટનિયા ટેકી દીધા હતા. છેલ્લી ઓવરમાં લિવિંગસ્ટોન (17 બોલમાં 28 રન)ને મરણિયો પ્રયાસ કરવા છતાં 21 રનથી લખનઉ સુપર જીત્યું હતું. લખનઊ સુપર જાયન્ટ સુપર હીરો મયંક યાદવ રહ્યો હતો. કલાકના 155 કિલોમીટરની ઝડપથી બોલિંગ ફેંકીને મયંકે ચમત્કાર કર્યો હતો. ચાર ઓવરમાં મહત્વની ત્રણ વિકેટ લેવામાં સફળ રહ્યો હતો, જયારે 199 રનનો પડકારજનક સ્કોર કરવામાં લખનઊ વતી કેપ્ટન ડી’કોક (38 બોલમાં 54 રન), કુણાલ પંડયા (22 બોલમાં 44 રન) અને એન પૂરન (42) એ મહત્વની રમત રમ્યા હતા, જેથી લખનઊ સુપર જાયન્ટ શનિવારની મેચ જીતી શક્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત… કાજુ, કિસમીસ અને બદામનો બાપ છે આ Fruit, ખાતા જ મળશે… Virat Kohliએ અહીં બનાવ્યું કરોડોનું આલિશાન ઘર, જોયા ઈનસાઈડ ફોટોઝ?