સ્પોર્ટસ
વન-ડેમાં ભારત સામે કોઇ પણ ટીમનો સૌથી ઓછો સ્કોર
કોલંબો: એશિયા કપની ફાઇનલમાં ભારતે શ્રીલંકાને ૧૫.૨ ઓવરમાં ફક્ત ૫૦ રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આ સાથે ભારત વિરુદ્ધ કોઇ પણ ટીમનો આ સૌથી ઓછો સ્કોર છે.
શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ભારતીય બોલરોએ ૧૫.૨ ઓવરમાં શ્રીલંકાના બેટ્સમેનોને પેવેલિયન પરત મોકલી દીધા હતા. મોહમ્મદ સિરાજે ૬ વિકેટ લીધી હતી.
ભારત વિરુદ્ધ વન-ડેમાં કોઈપણ ટીમનો આ સૌથી ઓછો સ્કોર છે. આ પહેલા બાંગ્લાદેશનો ભારત સામે વનડેમાં સૌથી ઓછો સ્કોર હતો. બાંગ્લાદેશની ટીમ ૨૦૧૪માં ૫૮ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.