જોઈ લો…સાઉથ આફ્રિકાનો જૉન્ટી રહોડ્સ નંબર-ટૂ

ગુવાહાટી: ક્રિકેટ જગતમાં સાઉથ આફ્રિકાનો જૉન્ટી રહોડ્સ ફીલ્ડિંગનો કિંગ ગણાય છે અને આજે તેના જ દેશના એઇડન માર્કરમે તેના જેવો જ એક કૅચ (catch) ઝીલ્યો હતો.
ગુવાહાટીમાં સિરીઝની બીજી ટેસ્ટના ત્રીજા દિવસે સ્લિપની ફીલ્ડિંગના શહેનશાહ માર્કરમે (Markram) જમણી દિશામાં થોડું દોડ્યા બાદ ડાઈવ મારીને એક હાથે નીતિશકુમાર રેડ્ડીનો કૅચ ઝીલ્યો હતો.
Aiden Markram You Cannot Do That, What A Catch pic.twitter.com/7KPSOZ2v81
— Yash Jain (@yashjain4163) November 24, 2025
આજે સાઉથ આફ્રિકા (South Africa)ના ખેલાડીઓની ફીલ્ડિંગ ખૂબ જ સારી છે. ભારતે તમામ સાત વિકેટ કૅચમાં ગુમાવી છે. ભારતની સાતમાંથી ચાર વિકેટ પેસ બોલર માર્કો યેનસેને, બે વિકેટ સ્પિનર સાઈમન હાર્મરે અને એક વિકેટ સ્પિનર કેશવ મહારાજે લીધી છે.
આ અહેવાલ લખાઈ રહ્યો હતો ત્યારે ભારતનો પ્રથમ દાવનો સ્કોર 7/147 હતો. સાઉથ આફ્રિકાએ પ્રથમ ઈનિંગ્સમાં 489 રન કર્યા હતા. ભારતે ફોલો ઑનથી બચવા કુલ 290 રન કરવા જરૂરી છે. વૉશિંગ્ટન સુંદર બાવીસ રને અને કુલદીપ યાદવ બે રને રમી રહ્યો હતો.
આપણ વાંચો: બીજી ટેસ્ટમાં ભારત મોટી મુશ્કેલીમાં



