T20 World Cup 2024સ્પોર્ટસ

T20 World Cup: ટી-20 વર્લ્ડ કપમાં 10 ખેલાડીઓ પર સૌની નજર…

ન્યૂ યોર્કઃ ટવેન્ટી-20 વર્લ્ડ કપ બીજી જૂનથી અમેરિકામાં શરુ થઈ રહ્યો છે, ત્યારે ટીમ ઈન્ડિયાના ક્રિકેટર વર્લ્ડ કપ જીતવા માટે આકાશ પાતાળ એક કરશે, ત્યારે અન્ય વિદેશી ટીમના ઓલરાઉન્ડર ખેલાડીઓ વર્લ્ડ કપમાં ઝળકી શકે છે. ટવેન્ટી-20ના સ્ટાર ક્રિકેટર કિંગ વિરાટ કોહલી, બુમ બુમ બુમરાહ, અફઘાનિસ્તાનના સ્પિન સમ્રાટ રાશીદ ખાન, ન્યૂ ઝીલેન્ડનો યુવા ઓલરાઉન્ડર રાચિન રવિન્દ્ર સહિત અન્ય ક્રિકેટરની શું ખાસિયત રહી છે એ જાણીએ.

વિરાટ કોહલી: આઈપીએલ-2024માં હાઈએસ્ટ 741 રન, ટી-20 ઇન્ટરનેશનલ્સમાં હાઈએસ્ટ 4,037 રન અને ટી-20 વર્લ્ડ કપમાં હાઈએસ્ટ 1,141 રન, 2023ના વન-ડે વર્લ્ડ કપનો મૅન ઑફ ધ ટૂર્નામેન્ટ.

જસપ્રીત બુમરાહ: વર્તમાન ક્રિકેટનો બેસ્ટ ફાસ્ટ બોલર, આઈપીએલ-2024માં 13 મૅચમાં 20 વિકેટ, ટી-20માં 62 મૅચમાં 74 વિકેટ, સમગ્ર ટી-20માં 225 મૅચમાં 280 વિકેટ.

રાશીદ ખાન: દરેક ઇવેન્ટમાં ઊંડી છાપ છોડતો અફઘાનિસ્તાનનો સ્પિન સમ્રાટ, 85 ટી-20 ઇન્ટરનેશનલમાં 138 વિકેટ, સમગ્ર ટી-20માં 425 મૅચમાં 574 વિકેટ અને 2,206 રન.

રાચિન રવીન્દ્ર: ધમાકેદાર પર્ફોર્મ કરવાની તાકાત ધરાવતો ન્યૂ ઝીલેન્ડનો યુવાન ઓલરાઉન્ડર હવે અમેરિકા, વેસ્ટ ઇન્ડિઝની સ્લો પિચો પર ધમાલ મચાવી શકે, 2023ના વન-ડે વર્લ્ડ કપના આ સેન્સેશનના નામે સમગ્ર ટી-20માં 885 રન અને 45 વિકેટ છે.

આન્દ્રે રસેલ: કોલકાતાને ચેમ્પિયન બનાવનાર કૅરિબિયન ઓલરાઉન્ડર ટી-20નાં આ સૌથી ડેન્જરસ ખેલાડીના નામે સમગ્ર ટી-20માં 8,431 રન અને 449 વિકેટ છે.

કૉરી એન્ડરસન: ન્યૂ ઝીલેન્ડમાંથી અમેરિકાની ટીમમાં આવી ગયેલા આ 33 વર્ષીય લેફ્ટ-હેન્ડ ઓલરાઉન્ડરના નામે છે 167 ટી-20માં 3,027 રન અને 39 વિકેટ, તેના 12 વર્ષના આંતરરાષ્ટ્રીય ક્રિકેટના અનુભવનો અમેરિકાની નવી ટીમને લાભ મળશે.

જોસ બટલર: ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડના આ વિકેટકીપર-બૅટર અને કેપ્ટનના નામે 116 ટી-20 ઇન્ટરનેશનલમાં 3,050 રન અને સમગ્ર ટી-20 ફોર્મેટમાં 11,628 રન છે.

કુલદીપ યાદવ: આ લેફ્ટ-હેન્ડ રિસ્ટ સ્પિન સ્પેશિયાલિસ્ટના નામે 156 ટી-20 મૅચમાં 190 વિકેટ છે. ભારતના ચાર સ્પિનરમાં ઘણાને સૌથી વધુ અપેક્ષા કુલદીપ પાસે છે.

ફિલ સૉલ્ટ: 2022 ટી-20 વર્લ્ડ કપના હીરો એલેક્સ હેલ્સના સ્થાને બોલાવવામાં આવેલો આ ઓપનર આઈપીએલમાં ધૂમ મચાવીને અમેરિકા આવ્યો છે. તેણે વેસ્ટ ઇન્ડિઝ સામેની ડેબ્યૂ સિરીઝમાં 193.00ના સ્ટ્રાઇક રેટને લીધે છવાઈ ગયો, 242 ટી-20માં બનાવ્યા 5,802 રન.

હિનરિચ ક્લાસેન: આઈપીએલમાં હૈદરાબાદને રનર-અપ બનાવવામાં મોટું યોગદાન આપનાર આ બેટરના નામે ટી-20 ફોર્મેટમાં બે સેન્ચુરી, 28 હાફ સેન્ચુરી સાથે 4,459 રન છે.

ચાર યુવાન ખેલાડીઓ પણ ચર્ચામાં
(1) યશસ્વી જયસ્વાલ (22 વર્ષ): આક્રમક અને ભરોસાપત્ર ઓપનિંગ માટે મશહૂર છે.
(2) હેરી બ્રુક (25 વર્ષ): 2022-’23નો મોસ્ટ એકસાઇટિંગ પ્લેયર બન્યો હતો.
(3) તૌહિદ રીદોય (23 વર્ષ): તાજેતરની બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં જબરદસ્ત ફોર્મ બતાવ્યું, 91 ટી-20માં 2197 રન બનાવી ચૂક્યો છે)
(4) નૂર અહમદ (19 વર્ષ): ભૂતપૂર્વ ભારતીય ખેલાડીઓ આશિષ કપૂરના માટે નૂર એટલે લેફ્ટ-હેન્ડેડ રાશીદ ખાન, 93 ટી-20માં 96 વિકેટ લઈ ચૂકેલા લેફ્ટ-આર્મ રિસ્ટ સ્પિનરે તાજેતરમાં આઈપીએલમાં ગુજરાત વતી રમીને વિરાટ, બેરસ્ટો, વિલ જેક્સ વગેરેની વિકેટ લીધી હતી.


આઝમ ખાન: મોઇનનો પુત્ર સૌથી જાડિયો, પણ આક્રમક

પાકિસ્તાનના પચીસ વર્ષનાં જાડા કદના વિકેટકીપર-બૅટર આઝમ ખાનને બૅટિંગ કરતો જોઈને ઇનઝમામ ઉલ હક યાદ આવી જાય. ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટર મોઇન ખાનના પુત્ર આઝમનું વજન 110 કિલોથી પણ વધુ છે. તેને માત્ર 13 ટી-20 ઇન્ટરનેશનલનો અનુભવ છે, પરંતુ સમગ્ર ટી20 ફોર્મેટમાં તેણે 3200-પ્લસ રન બનાવ્યા છે અને સ્ટમ્પ્સની પાછળથી 86 શિકાર કર્યા છે. ભારત સામે તે પહેલી જ વાર રમશે.

વર્લ્ડ કપનો સૌથી મોટી ઉંમરનો પ્લેયર

યુગાન્ડાનો 43 વર્ષનો ઑફ સ્પિનર ફ્રેન્ક એન્સુબુગા આ વખતના વર્લ્ડ કપનો ઓલડેસ્ટ પ્લેયર છે. 1997માં તે આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમ્યો ત્યારે 16 વર્ષનો હતો. હવે ત્રણ દાયકા બાદ તેને ફરી મોટી ઇવેન્ટમાં રમવાનો મોકો મળ્યો છે.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો