સ્પોર્ટસ

લિટન દાસની સદી, પાકિસ્તાન ફરી હારી શકે

રાવલપિંડી: બાંગ્લાદેશની ટીમે ગયા અઠવાડિયે પાકિસ્તાનને અહીં એની જ ધરતી પર હરાવીને ઐતિહાસિક ટેસ્ટ વિજય મેળવ્યો અને હવે સિરીઝ જીતીને નવો ઇતિહાસ સર્જી શકે એમ છે.

બીજી અને આખરી ટેસ્ટમાં ત્રીજા દિવસની રમતને અંતે પાકિસ્તાનનો બીજા દાવનો સ્કોર બે વિકેટે નવ રન હતો. બન્ને વિકેટ હસન મહમૂદે લીધી હતી. શાન મસૂદની યજમાન ટીમ ફક્ત 12 રનની સરસાઈ લઈ શકી અને લીડ સાથે એના 21 રન છે. જો બાંગ્લાદેશ એને સસ્તામાં આઉટ કરી દેશે તો આ ટેસ્ટ પણ જીતીને શ્રેણીમાં 2-0ની ઐતિહાસિક ક્લીન સ્વીપ કરી શકશે.
બાંગ્લાદેશ માટે વિકેટકીપર લિટન દાસ (228 બૉલમાં ચાર સિક્સર, તેર ફોર સાથે 138 રન) આ મૅચનો હીરો છે.

શુક્રવારના પ્રથમ દિવસે વરસાદને લીધે રમત નહોતી થઈ શકી અને શનિવારે પાકિસ્તાનની ટીમ 274 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. રવિવારે સવારે પેસ બોલર ખુર્રમ શાહઝાદ અને મીર હમઝાએ મળીને માત્ર 26 રનમાં બાંગ્લાદેશની પહેલી છ વિકેટ લઈ લીધી હતી, પરંતુ પછીથી લિટન દાસ અને ઇન-ફૉર્મ ઑલરાઉન્ડર મેહદી હસન મિરાઝ (124 બૉલમાં એક સિક્સર અને બાર ફોરની મદદથી 78 રન)ની જોડીએ ધબડકો અટકાવીને 40 ઓવરમાં 165 રનની ભાગીદારી કરી હતી.
બાંગ્લાદેશે પ્રથમ દાવમાં 262 રન બનાવ્યા હતા. પાકિસ્તાની બોલર્સમાં ખુર્રમે 90 રનમાં સૌથી વધુ છ વિકેટ લીધી હતી.

Show More

Related Articles

Back to top button
આ સેલિબ્રિટીએ કર્યા છે અરેન્જ્ડ મેરેજ આજથી શરૂ થયેલો September, આ રાશિના જાતકોનું વધશે Bank Balance… ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી