વનતારામાં ‘માણિકલાલ’ અને ‘Lionel Messi’ની આ જુગલબંધી જોઈ કે? વીડિયો જોશો તો…

વિશ્વ પ્રસિદ્ધ ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસી હાલમાં ત્રણ દિવસની ગોટ ઈન્ડિયા ટૂર-2025 પર ભારત આવ્યો હતો અને આ સમયે તેણે ગુજરાતના જામનગર ખાતે આવેલા વનતારાની મુલાકાત લીધી હતી.
વનતારા ખાતેની વિઝિટના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. આ સમયે ક્યારેક મેસી હાથી સાથે ફૂટબોલ રમતો તો પછી ક્યારેક ભક્તિમય થઈને શિવાલયમાં શિવલિંગ પર અભિષેક કરતો કે આરતી કરતો જોવા મળી રહ્યો છે. ચાલો તમને આખી સ્ટોરી જણાવીએ…
સોશિયલ મીડિયા પર લિયોનેલ મેસીનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે વનતારાની મુલાકાતે પહોંચ્યો છે. આ સમયે તેની સાથે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ પણ સાથે જોવા મળી હતી.
આપણ વાચો: દિલ્હીમાં લિયોનેલ મેસીનો જબરદસ્ત ક્રેઝ: ફેન્સની ભીડ, VIP મહેમાનોએ 1 કરોડ ચૂકવ્યા!
અનંતે મેસી સાથે ખાસ્સી એવી વાત ચીત કરી હતી. આ સમયે મેસી ભારતીય સંસ્કૃતિ અને પરંપરા વિશે જાણીને એકદમ અભિભૂત થઈ ગયો હતો. વાઈલ્ડલાઈફ પ્રત્યેની તેની સંવેદનાથી મેસીએ નેટિઝન્સનું દિલ જિતી લીધું હતું. મેસી સાથે ઈન્ટર મિયામીના ખિલાડી લૂઈસ સુઆરેજ અને રોડ્રિગો ડી પોલ પણ હતા.
વનતારા ખાતે મેસીનું સ્વાગત એકદમ ભારતીય શૈલીમાં અને ફોક મ્યુઝિક સાથે કરવામાં આવ્યું હતું. દિગ્ગજ કલાકારે મંદિરની મહાઆરતીમાં પણ ભાગ લીધો હતો, જેમાં અંબે માતાની પૂજા, ગણેશ પૂજા, હનુમાન પૂજા અને શિવલિંગ અભિષેકનો સમાવેશ થાય છે. આ સાથે સાતે તેણે નારિયલ ઉત્સર્ગ અને મટકી ફોડ જેવી રીતિરિવાજોનું પણ પાલન કર્યું જેનું ભારતીય સંસ્કૃતિમાં અલગ જ મહત્ત્વ છે.
આપણ વાચો: મેસી શા માટે ભારતમાં એક્ઝિબિશન મૅચ ન રમ્યો?
વનાતારાની મુલાકાત દરમિયાન મેસીએ સિંહ, વાઘ, દીપડા અને અન્ય લુપ્ત થઈ રહેલાં પ્રાણીઓ સાથે સમય પસાર કર્યો હતો. આ સિવાય તેણે મલ્ટિ સ્પેશિયાલિટી વાઈલ્ડ લાઈફ હોસ્પિટલ પણ જોઈ હતી. આ ટૂરની સૌથી મજેદાર ક્ષણ તો એ હતી કે જ્યારે મેસી એલિફન્ટ કેર સેન્ટર પહોંચ્યો હતો. અહીં તેણે માણિકલાલ નામના નાનકડાં મદનિયા સાથે ફૂટબોલ પણ રમતો જોવા મળ્યો હતો. માણિકલાલ અને મેસીની આ જુગલબંદી જોઈને હાજર તમામ લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા.
લિયોનેલ મેસીની આ મુલાકાતને ખાસ બનાવવા માટે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે એક સિંહના બચ્ચાને મેસીના માનમાં લિયોનેલ નામ આપ્યું હતું. અનંત અંબાણીએ મેસીનો જામનગર ખાતે આવવા અને વનતારાની મુલાકાત લેવા માટે આભાર વ્યક્ત કર્યો હતો. આ સમયે મેસીએ પણ વનતારામાં પ્રાણીઓની દેખરેખ કરવા માટે અનંત અંબાણીનો આભાર માન્યો હતો. તમે પણ આ સમયના વાઈરલ વીડિયો ના જોયા હોય તો અત્યારે જ જોઈ લો…



