મેસીની બહેનના લગ્ન કેમ મુલતવી રાખવામાં આવ્યા?

રૉસેરિયો (આર્જેન્ટિના): તાજેતરમાં ભારતના પ્રવાસે આવી ગયેલા સુપરસ્ટાર ફૂટબૉલ ખેલાડી લિયોનેલ મેસીની બહેન મારિયા સૉલ મેસી (Maria Messi)ને ગંભીર અકસ્માત નડ્યો છે.
મારિયા મેસીના આગામી ત્રીજી જાન્યુઆરીના લગ્ન નક્કી થયા હતા, પરંતુ તેને કાર-અકસ્માત (Accident) નડતાં હવે લગ્ન મોકૂફ રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
લિયોનેલ મેસીની નાની બહેન મારિયા મેસી ફૅશન ડિઝાઇનર છે. મારિયા મેસી કાર ચલાવી રહી હતી ત્યારે અચાનક બેશુદ્ધ થઈ જતાં તેની કાર એક દિવાલ સાથે ટકરાઈ હતી જેમાં મારિયાને કરોડરજ્જુ, હાથમાં તથા પગની એડીમાં ફ્રૅક્ચર થયું છે અને તે દાઝી પણ ગઈ છે.
લિયોનેલ મેસી અમેરિકાની ઇન્ટર માયામી ટીમ વતી રમે છે અને એણે તાજેતરમાં જ આ ટીમને બે મોટી ટ્રોફી અપાવી છે. ઇન્ટર માયામીની યુવા ટીમના કોચ જુલિયન ઍરેલાનો સાથે લગ્ન થવાના છે.
આ પણ વાંચો…દિલ્હીમાં લિયોનેલ મેસીનો જબરદસ્ત ક્રેઝ: ફેન્સની ભીડ, VIP મહેમાનોએ 1 કરોડ ચૂકવ્યા!



