યુવરાજ, રૈના શનિવારે આફ્રિદી, રઝાકની બોલિંગમાં કરશે ફટકાબાજી!
એજબેસ્ટન: શનિવાર, છઠ્ઠી જુલાઈએ એક તરફ હરારેમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મૅચની ટી-20 સિરીઝ શરૂ થશે ત્યાં બીજી બાજુ બ્રિટનમાં એ જ દિવસે ભારત અને પાકિસ્તાનના વીતેલા વર્ષોના નામાંકિત અને ચેમ્પિયન ખેલાડીઓનો એકબીજા સામે જોરદાર મુકાબલો થશે. એ હાઈ-વૉલ્ટેજ મૅચ શનિવારે રાત્રે 9.00 વાગ્યાથી રમાશે.
ઇંગ્લેન્ડમાં આજે બર્મિંગહેમના એજબેસ્ટનમાં છ દેશના નિવૃત્ત, પીઢ તથા ભૂતપૂર્વ ખેલાડીઓ વચ્ચે વર્લ્ડ ચેમ્પિયનશિપ લેજન્ડ્સ (ડબ્લ્યુસીએલ) શરૂ થઈ રહી છે.
આજે પહેલી મૅચ (ભારતીય સમય અનુસાર સાંજે 5:00 વાગ્યાથી) ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે. આજે આ જ મેદાન પર (રાત્રે 9.00 વાગ્યાથી) ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે.
ભારતના મુખ્ય ખેલાડીઓમાં યુવરાજ સિંહ, સુરેશ રૈના, હરભજન સિંહ, ઇરફાન પઠાણ, નમન ઓઝા, યુસુફ પઠાણ, રોબિન ઉથપ્પા, ધવલ કુલકર્ણી, આરપી સિંહ, વિનય કુમાર વગેરેનો સમાવેશ છે. પાકિસ્તાનની ટીમમાં મુખ્યત્વે યુનુસ ખાન, શાહિદ આફ્રિદી, અબ્દુલ રઝાક,
મિસબાહ ઉલ હક, શોએબ મલિક, વહાબ રિયાઝ, સોહેલ તનવીર વગેરે ખેલાડીઓ છે.
આજે ભારત સામે રમનાર ઇંગ્લેન્ડની ટીમમાં ખાસ કરીને કેવિન પિટરસન, રવિ બોપારા, સમિત પટેલ, ઇયાન બેલ, ઓવેશ શાહ, કેવિન ઓબ્રાયન વગેરે સામેલ છે.
ઓસ્ટ્રેલિયા વતી ખાસ કરીને બ્રેટ લી, શૉન માર્શ, બ્રેડ હૅડિન, એરોન ફિન્ચ, પીટર સીડલ રમશે. સાઉથ આફ્રિકાની ટીમમાં મુખ્યત્વે જેક કેલિસ, રિચર્ડ લિવી, ડેલ સ્ટેન, ડુમિની, ગિબ્સ, એન્ટિની છે. વેસ્ટ ઇન્ડિઝની ટીમમાં ગેઇલ, ડવેઈન સ્મિથ, સૅમી, સેમ્યુલ બદરી, સુલિમન બેન, જેરોમ ટેલર, ફિડેલ એડવર્ડ્સ વગેરે છે.
દસ દિવસની આ ટુર્નામેન્ટમાં કુલ છ દિવસની ટીમ ભાગ લેશે એમની વચ્ચે ફાઈનલ સહિત કુલ 18 મેચ રમાશે. સ્પર્ધાની અમુક મેચો એજબેસ્ટનમાં અને પછીની મેચો નોર્ધમ્પટનમાં રમાશે. 13 જુલાઈની ફાઇનલ એજબેસ્ટનમાં રાખવામાં આવી છે.
ડબ્લ્યુસીએલનું ટાઈમ ટેબલ
(1) 3 જુલાઈ, ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ, સાંજે 5.00
(2) 3 જુલાઈ, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પાકિસ્તાન, રાત્રે 9.00
(3) 4 જુલાઈ, સાઉથ આફ્રિકા વિરુદ્ધ ઇંગ્લેન્ડ, સાંજે 5.00
(4) 4 જુલાઈ, પાકિસ્તાન વિરુદ્ધ વેસ્ટ ઇન્ડિઝ, રાત્રે 9.00
(5) 5 જુલાઈ, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સાઉથ આફ્રિકા, સાંજે 5.00
(6) 5 જુલાઈ, ભારત વિરુદ્ધ વેસ્ટ ઇન્ડિઝ, રાત્રે 9.00
(7) 6 જુલાઈ, ઇંગ્લેન્ડ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, સાંજે 5.00
(8) 6 જુલાઈ, ભારત વિરુદ્ધ પાકિસ્તાન, રાત્રે 9.00
(9) 7 જુલાઈ, સાઉથ આફ્રિકા વિરુદ્ધ વેસ્ટ ઇન્ડિઝ, સાંજે 5.00
(10) 7 જુલાઈ, ઇંગ્લેન્ડ વિરુદ્ધ પાકિસ્તાન, રાત્રે 9.00
(11) 8 જુલાઈ, ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, રાત્રે 9.00
(12) 9 જુલાઈ, વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ઇંગ્લેન્ડ, સાંજે 5.00
(13) 9 જુલાઈ, સાઉથ આફ્રિકા વિરુદ્ધ પાકિસ્તાન, રાત્રે 9.00
(14) 10 જુલાઈ, વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, સાંજે 5.00
(15) 10 જુલાઈ, ભારત વિરુદ્ધ સાઉથ આફ્રિકા, રાત્રે 9.00
(16) 12 જુલાઈ, પ્રથમ સેમિ ફાઈનલ, સાંજે 5.00
(17) 12 જુલાઈ, બીજી સેમિ ફાઈનલ, રાત્રે 9.00
(18) 13 જુલાઈ, ફાઈનલ, રાત્રે 9.00
Also Read –