સ્પોર્ટસ

દ્રવિડના અનુગામી તરીકે લક્ષ્મણ હૉટ-ફેવરિટ, પણ બીજા બે નામ પણ બોલાય છે

નવી દિલ્હી: બૅટિંગ-લેજન્ડ રાહુલ દ્રવિડની હેડ-કોચ તરીકેની નિયુક્તિ જૂનના વર્લ્ડ કપ સુધીની જ છે અને ત્યાર બાદ નવા હેડ-કોચની નિયુક્તિ થશે. જોકે દ્રવિડ ઇચ્છે તો ફરી અરજી કરી શકે એમ છે એવું બીસીસીઆઇએ નવી અરજીઓ મગાવવાની શરૂઆત કરી એ પહેલાં જ મીડિયામાં જણાવ્યું હતું. પીટીઆઇના અહેવાલમાં એવું કહેવાયું છે કે ક્રિકેટ બોર્ડના મોવડીઓ હેડ-કોચના હોદ્દા પર નવો ચહેરો જ જોવા માગે છે.

દ્રવિડનો જ ભૂતપૂર્વ સાથી અને મિડલ-ઑર્ડરનો ભરોસાપાત્ર બૅટર વીવીએસ લક્ષ્મણ હેડ-કોચ બનવા માટે હૉટ-ફેવરિટ મનાય છે. 49 વર્ષનો લક્ષ્મણ ત્રણ વર્ષથી બેન્ગલૂરુની નૅશનલ ક્રિકેટ ઍકેડેમીનો ચીફ છે અને તેના હાથ નીચેથી ઘણા ખેલાડીઓ ઇન્ડિયા ‘એ’ તથા અન્ડર-19 ટીમમાં પહોંચ્યા છે.


દ્રવિડની ગેરહાજરીમાં લક્ષ્મણ ભારતની સિનિયર ટીમને કોચિંગ આપી ચૂક્યો છે. લક્ષ્મણે એશિયન ગેમ્સમાં અને ઘરઆંગણે ઑસ્ટ્રેલિયા સામેની ટી-20 સિરીઝમાં તેમ જ ઇંગ્લૅન્ડ, ન્યૂ ઝીલૅન્ડ, આયરલૅન્ડમાં રમાયેલી ટી-20 શ્રેણીમાં ટીમ ઇન્ડિયાને કોચિંગ આપ્યું હતું. લક્ષ્મણ ભારતીય ક્રિકેટના જૂના-નવા ખેલાડીઓ વચ્ચે સારો સેતુ બની શકે એમ છે.


ગંભીર મૅન-મૅનેજમેન્ટ બાબતમાં બહુ સારી કુશળતા ધરાવે છે. કોલકાતાને તેણે બે આઇપીએલ ટાઇટલ અપાવ્યા છે તેમ જ લખનઊની ટીમ ઉપરાઉપરી બે વાર પ્લે-ઑફમાં પહોંચી હતી ત્યારે ગંભીર એ ટીમ સાથે હતો. દૃઢ મનોબળ ધરાવતો ગંભીર હાલની આઇપીએલમાં પ્લે-ઑફમાં પહોંચી ગયેલી કોલકાતાની ટીમનો મેન્ટર છે.


ઑસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ ઓપનિંગ બૅટર જસ્ટિન લૅન્ગર પણ ભારતીય ટીમનો હેડ-કોચ બનવા માગે છે. તે શિસ્તપાલનનો આગ્રહી છે.


ગુજરાત ટાઇટન્સનો હેડ-કોચ આશિષ નેહરા આઇપીએલની આ ટીમને એક વાર ચૅમ્પિયન અને એક વાર રનર-અપ બનાવી ચૂક્યો છે, પણ તે ટૂંકા ફૉર્મેટ પૂરતો જ સફળ કોચ મનાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો