ટોપ ન્યૂઝસ્પોર્ટસ

ભારત-પાકિસ્તાનના 23 ફેબ્રુઆરીના મુકાબલાની ટિકિટો વિશે લેટેસ્ટ શૉકિંગ જાણવું છે?

દુબઈ: આગામી 19મી ફેબ્રુઆરીએ શરૂ થઈ રહેલી વન-ડેની ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવા માટે ભારત પોતાની ટીમને પાકિસ્તાન તો નથી મોકલવાની, પરંતુ હાઇબ્રિડ મૉડેલ હેઠળ દુબઈમાં રમાનારી ભારતની દરેક મૅચ રોમાંચક બની રહેશે અને એ મૅચની ટિકિટો લેવા માટે લોકો પડાપડી કરશે એમાં કોઈ શંકા નથી. એમાં હવે સમાચાર મળ્યા છે કે રવિવાર 23મી ફેબ્રુઆરીએ (બપોરે 2:30 વાગ્યાથી) દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે હાઇ-વોલ્ટેજ ટક્કર થવાની છે એ મૅચની ટિકિટો એક જ કલાકમાં વેચાઈ ગઈ છે.

ભારત-પાકિસ્તાનનો ફરી મુકાબલો ‘મૅચ ઑફ ધ ટૂર્નામેન્ટ’ બની રહેવાનો છે. આઇસીસી ટૂર્નામેન્ટોમાં પાકિસ્તાન સામે ભારતનો જબરદસ્ત વિનિંગ-રેકોર્ડ હોવાને કારણે આ મૅચની ટિકિટો ખરીદવા ઘણા લોકો પડાપડી કરશે એવી ધારણા હતી જ.

આઈએએનએસના એક અહેવાલ મુજબ દુબઈમાં રહેતી સુધાશ્રી નામની વ્યક્તિએ જણાવ્યું હતું કે ‘ભારત-પાકિસ્તાન વચ્ચેના મુકાબલાની ટિકિટો ખરીદવા માટે લાંબી-લાંબી લાઈનો લાગશે એવી મારી ધારણા હતી જ, પણ ટિકિટો એક કલાકમાં જ વેચાઈ જશે એ જોઈને મને જે નવાઈ લાગી છે અને આઘાત પણ લાગ્યો છે એ હું શબ્દોમાં સમજાવી શકું એમ નથી.’

આ પણ વાંચો…Viral Video: Hardik Pandyaએ કોના માટે કહ્યું, મૈં ઈશ્કા ઉસકા, વો આશિકી હૈ મેરી…

સુધાશ્રીએ પ્રતિક્રિયામાં એવું પણ કહ્યું હતું કે ‘મારો નંબર આવે ત્યાં સુધીમાં તો માત્ર બે કૅટેગરીની ટિકિટો બાકી રહી હતી અને એ મારા બજેટ બહારની હતી.’

ચેમ્પિયન સ્ટ્રોફીની પ્રથમ મૅચ બુધવાર 19 ફેબ્રુઆરીએ (બપોરે 2:30 વાગ્યાથી) પાકિસ્તાન અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે કરાંચીમાં રમાશે. ટૂર્નામેન્ટમાં ભારતની પ્રથમ મૅચ ગુરુવાર 19 મી ફેબ્રુઆરીએ (બપોરે 2:30 વાગ્યાથી) દુબઈમાં રમાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button