ICC ટેસ્ટ રેન્કિંગ: જયસ્વાલ અને પંત મોટું નુકશાન, આ ઓસ્ટ્રેલિયન ખેલાડીએ મારી બાજી

મુંબઈ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મેચની ટેસ્ટ સિરીઝ હાલ રોમાંચક (Border Gavaskar trophy) સ્થિતિમાં છે, સિરીઝ હાલ 1-1ની બરાબરી છે. ચોથી મેચ આવતી કાલે 26 ડિસેમ્બરથી રમાશે, પરંતુ તે પહેલા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ(ICC)એ ફરી એકવાર ટેસ્ટ રેન્કિંગ (ICC Test Ranking) જાહેર કરી છે. ટોપ 3 બેટ્સમેનોમાં કોઈ ફેરફાર થયો નથી. પરંતુ આ પછીના ક્રમમાં ઘણા ઉતાર-ચઢાવ થયા છે.
આ પણ વાંચો: ICC ટેસ્ટ રેન્કિંગમાં મોટા ફેરફાર, હેરી બ્રુકને બદલે આ બેટ્સમેન બન્યો નંબર વન
આ ઓસ્ટ્રેલિયન ખેલાડીને ફાયદો:
ભારત સામે ત્રીજી મેચમાં શાનદાર પ્રદશન બાદ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન ટ્રેવિસ હેડને ફાયદો છે, તો બીજી તરફ છેલ્લી મેચમાં નિષ્ફળ રહેલા યશસ્વી જયસ્વાલને નુકસાન થયું છે. મહત્વની વાત એ છે કે ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી રિષભ પંત લાંબા સમય બાદ ટોપ 10માંથી બહાર થઈ ગયો છે.
આ ખેલાડી નંબર.1:
ICC દ્વારા જાહેર કરવામાં આવેલી નવી ટેસ્ટ રેન્કિંગમાં ઈંગ્લેન્ડનો જો રૂટ હજુ પણ નંબર વન ટેસ્ટ બેટ્સમેન છે, તેનું રેટિંગ 895 છે. જોકે તેની રેટિંગમાં થોડો ઘટાડો થયો છે. ઈંગ્લેન્ડનો હેરી બ્રુક 876 રેટિંગ સાથે બીજા નંબર પર છે. બીજી તરફ ન્યુઝીલેન્ડનો કેન વિલિયમસન 867 રેટિંગ સાથે ત્રીજા સ્થાને છે. એટલે કે આ વખતે ટોપ 3માં કોઈ ફેરફાર થયો નથી.
જયસ્વાલને નુકશાન:
આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન ટ્રેવિસ હેડને નવી રેન્કિંગમાં ફાયદો થયો છે. તેઓ સીધો નંબર 4 પર પહોંચી ગયો છે. તેનું રેટિંગ સીધું વધીને 825 થઈ ગયું છે. આ વખતે તેને એક સ્થાનનો ફાયદો મળ્યો છે. ભારતના યશસ્વી જયસ્વાલને એક સ્થાનનું નુકસાન થયું છે. હવે તે 5મા નંબર પર આવી ગયો છે. જયસ્વાલનું રેટિંગ હવે ઘટીને 805 થઈ ગયું છે.
પંત ટોપ 10માંથી બહાર:
શ્રીલંકાના કામેન્દુ મેન્ડિસ 759 રેટિંગ સાથે છઠ્ઠા નંબર પર છે અને સાઉથ આફ્રિકાના ટેમ્બા બાવુમા 753 રેટિંગ સાથે 7માં નંબર પર છે. ન્યૂઝીલેન્ડનો ડેરિલ મિશેલ હાલમાં ICC ટેસ્ટ રેન્કિંગમાં 725 રેટિંગ સાથે 8માં નંબર પર છે. પાકિસ્તાનનો સઈદ શકીલ 724 રેટિંગ સાથે 9મા નંબર પર છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથે એક સ્થાનની છલાંગ લગાવી છે. તે હવે 721 રેટિંગ સાથે 10માં નંબરે પહોંચી ગયો છે.
સ્ટીવ સ્મિથના ફાયદાનું નુકસાન રિષભ પંતને થયું છે. તેઓ હવે ટોપ 10માંથી બહાર થઈ ગયો છે. પંત બે સ્થાન પાછળ 11માં નંબર પર પહોંચી ગયો છે.