પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪સ્પોર્ટસ

લક્ષ્ય સેન માટે સોમવારે બ્રૉન્ઝ જીતવો કેમ આસાન છે?

પૅરિસ: ઑલિમ્પિક ગેમ્સમાં ભારતનો ટોચનો બૅડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન રવિવારે ડેન્માર્કના વિક્ટર ઍક્સલસેન સામે 0-2થી સેમિ ફાઇનલમાં હારી જતાં ગોલ્ડ અને સિલ્વર તો ચૂકી ગયો, પરંતુ હવે તેના માટે બ્રૉન્ઝ જીતવો થોડો આસાન છે. કારણ એ છે કે સોમવારે લક્ષ્ય સેને બ્રૉન્ઝ મેડલ માટેની પ્લે-ઑફમાં જેની સામે રમવાનું છે એ હરીફ ખેલાડીને તે પાંચમાંથી ચાર વખત હરાવી ચૂક્યો છે.

લક્ષ્ય સેનનો સામનો સોમવારે (સાંજે 6.00) મલેશિયાના લી ઝિ જિઆ સામે થશે. લક્ષ્ય સેન તેની સામે કુલ પાંચ વખત રમ્યો છે જેમાંથી ચાર વાર જીત્યો છે. છેલ્લે આ વર્ષની ઑલ ઇંગ્લૅન્ડ ચૅમ્પિયનશિપમાં લક્ષ્ય સેને ક્વૉર્ટર ફાઇનલમાં જોરદાર કમબૅક કરીને 20-22, 21-16, 21-19થી વિજય મેળવ્યો હતો.

સોમવારે પૅરિસ ઑલિમ્પિક્સની ઍથ્લેટિક્સમાં પુરુષોની 3000 મીટર સ્ટીપલચેઝમાં દેશના ટોચના રનર અવિનાશ સાબળેની કસોટી થશે.

મહિલાઓમાં પીવી સિંધુ ગયા અઠવાડિયે વહેલી જ હારી જતાં સતત ત્રીજો ઑલિમ્પિક મેડલ ચૂકી ગઈ હતી. તે 2016ની રિયો ઑલિમ્પિક્સમાં સિલ્વર મેડલ અને 2021ની ટોક્યો ગેમ્સમાં બ્રૉન્ઝ મેડલ જીતી હતી.

આ પણ વાંચો : બૅડમિન્ટનમાં લક્ષ્ય સેન હારી ગયો, પણ બ્રૉન્ઝ જીતી શકે

ઑલિમ્પિક્સમાં સોમવારે કયા ભારતીયોની ઇવેન્ટ?

શૂટિંગ
-સ્કીટ મિક્સ્ડ ટીમ (ક્વૉલિફિકેશન), મહેશ્ર્વરી ચૌહાણ અને અનંત જીત સિંહ નારુકા, બપોરે 12.30

ટેબલ ટેનિસ
-વિમેન્સ ટીમ (પ્રી-ક્વૉર્ટર ફાઇનલ), ભારત વિરુદ્ધ રોમાનિયા, બપોરે 1.30

સેઇલિંગ
-વિમેન્સ ડિન્ગી (ઓપનિંગ સિરીઝ), રેસ-9, બપોરે 3.45
-વિમેન્સ ડિન્ગી (ઓપનિંગ સિરીઝ), રેસ-10, સાંજે 4.53
-મેન્સ ડિન્ગી (ઓપનિંગ સિરીઝ), રેસ-9, સાંજે 6.10
-મેન્સ ડિન્ગી (ઓપનિંગ સિરીઝ), રેસ-10, સાંજે 7.15

ઍથ્લેટિક્સ
-મહિલાઓની 400 મીટર દોડ (રાઉન્ડ-1), કિરણ પહાલ (હીટ-5), સાંજે 3.57
-પુરુષોની 3000 મીટર સ્ટીપલચેઝ (રાઉન્ડ-1), અવિનાશ સાબળે (હીટ-1), રાત્રે 10.50

બૅડમિન્ડન
-મેન્સ સિંગલ્સ (બ્રૉન્ઝ મેડલ મૅચ), લક્ષ્ય સેન વિરુદ્ધ લી ઝિ જિઆ (મલેશિયા), સાંજે 6.00


પૅરિસ ઑલિમ્પિક્સનું મેડલ-ટેબલ

ક્રમ/દેશગોલ્ડસિલ્વર બ્રૉન્ઝકુલ
1. ચીન18140941
2. અમેરિકા14252564
3. ફ્રાન્સ12141642
4. ઑસ્ટ્રેલિયા 12080727
5. ગ્રેટ બ્રિટન 10111435
6. સાઉથ કોરિયા 10070623
7. જાપાન 08050922
8. ઇટલી
06080519
9. નેધરલૅન્ડ્સ06040414
10. જર્મની 05050212
55. ભારત00000303

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button