રવિ શાસ્ત્રી સાથે જોવા મળી શાહી પરિવારની મૉડલ, જાણો કોણ છે એ મિસ્ટ્રી ગર્લ!

લંડનઃ તાજેતરમાં પૂરી થયેલી વિમ્બલ્ડન (Wimbledon) ટેનિસ ચૅમ્પિયનશિપ દરમ્યાન ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન રવિ શાસ્ત્રી (Ravi Shastri) સાથે એક દિવસ એક મિસ્ટ્રી ગર્લ જોવા મળી હતી. એ મહિલા બ્રિટનના શાહી પરિવાર સાથે સંબંધિત છે અને તેનું નામ ઇસાબેલ હાર્વી (Isabelle Harvey) છે.
વિમ્બલ્ડનનું સમાપન થઈ ગયું છે. મહિલાઓમાં ઇગા સ્વૉન્ટેક અને પુરુષોમાં યાનિક સિનર પહેલી જ વાર આ સૌથી લોકપ્રિય ટેનિસ ચૅમ્પિયનશિપ જીત્યા છે. આ ચૅમ્પિયનશિપ જોવા દુનિયાભરમાંથી જાણીતી હસ્તીઓ આવી હતી અને એમાં ભારતીયોમાંથી વિરાટ કોહલી, અનુષ્કા શર્મા, સચિન તેન્ડુલકર, તેની પુત્રી સારા તેમ જ અભિનેત્રી પ્રિયંકા ચોપડાનો પણ સમાવેશ હતો.
ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચેની વર્તમાન સિરીઝ માટેના કૉમેન્ટેટર રવિ શાસ્ત્રી પણ દર વર્ષની માફક આ વખતે પણ વિમ્બલ્ડન જોવા આવ્યા હતા અને ત્યારે એક તબક્કે તેમની સાથે ઇસાબેલ હાર્વી હતી. ઇસાબેલે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શાસ્ત્રી સાથેનો ફોટો શૅર કર્યો એ સાથે લોકોને આ મહિલા વિશે જાણવાની તાલાવેલી થઈ હતી.
ઇસાબેલ હાર્વી બ્રિટનના શાહી પરિવારની મહિલા છે. તે હાર્વી બ્રિસ્ટલના છઠ્ઠા માર્કવેસની નાની દીકરી છે. તેની બહેન લૅડી વિક્ટોરિયા હાર્વી પણ મશહૂર મૉડલ છે. લૅડી ઇસાબેલ હાર્વી 48 વર્ષની છે. તે લક્ઝરી જીવન છોડીને પોર્ટુગલમાં સાદગીભર્યું જીવન જીવે છે. લૅડી વિક્ટોરિયાને એક સમયે પાર્ટી ગર્લ તરીકે લોકો ઓળખતા હતા. તેના અનેક અફેર હતા જેમાં તેના બૉયફ્રેન્ડમાં ખાસ કરીને ફૂટબોલર જ્યોર્જ બેસ્ટના પુત્ર કાલમ બેસ્ટ અને એફ-વન રેસર ડેવિડ કુલ્થર્ડનો સમાવેશ હતો.