ઑલરાઉન્ડર્સને લેવાની લાલચમાં કુલદીપને કેમ નથી રમાડતા? ટીમ મૅનેજમેન્ટ પર પડી પસ્તાળ

ઍડિલેઇડ: લેફટ-આર્મ સ્પિનર અને ચાઇનામૅન તરીકે ઓળખાતો કુલદીપ યાદવ (Kuldeep yadav) હાલમાં ભારતનો સર્વશ્રેષ્ઠ લેગ સ્પિનર છે, પરંતુ ઑસ્ટ્રેલિયા (Australia) સામેની પહેલી બંને વન-ડે (ODI)માં તેને ટીમમાં ન સમાવીને ટીમ મૅનેજમેન્ટે બહુ મોટી ભૂલ કરી એવું કહીને અસંખ્ય ક્રિકેટ પ્રેમીઓએ મૅનેજમેન્ટને મીડિયામાં ટ્રોલ કર્યું છે.
તાજેતરમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ સિરીઝમાં કુલદીપે સૌથી વધુ ૧૨ વિકેટ લીધી હતી અને એના અઠવાડિયા પહેલાં (28મી સપ્ટેમ્બરે) એશિયા કપની દુબઈની ફાઇનલમાં તેણે પાકિસ્તાનની ચાર વિકેટ મેળવી હતી.
આપણ વાંચો: કુલદીપ યાદવે અવગણનાનો જવાબ પર્ફોમન્સથી આપ્યો: સિલેક્ટર્સને આપ્યો જવાબ
એમ છતાં ભારતના આ બેસ્ટ વિકેટ-ટેકિંગ સ્પિનરને ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં અવગણવામાં આવ્યો એ બદલ ક્રિકેટ પ્રેમીઓ ટીમ મૅનેજમેન્ટ પર ગુસ્સે થયા છે. ટીમ મૅનેજમેન્ટમાં કેપ્ટન, હેડ-કોચ અને સિનિયર ખેલાડીઓનો સમાવેશ હોય છે.
ઘણા ક્રિકેટપ્રેમીઓનું કહેવું છે કે મૅનેજમેન્ટ ટીમમાં બને એટલા વધુ ઑલરાઉન્ડરને સમાવવાની લાલચમાં કુલદીપને ભૂલી રહ્યા છે. કાંગારુ સામેની બંને મૅચમાં ત્રણ ઑલરાઉન્ડર અક્ષર પટેલ, નીતીશ રેડ્ડી અને વૉશિંગ્ટન સુંદરને સમાવવામાં આવ્યા હતા.
આપણ વાંચો: મળો, ભારતને સુપર-ફોરમાં પહોંચાડનાર કુલદીપ યાદવની ફિયાન્સીને…
એમાં ખાસ કરીને નીતિશ રેડ્ડીએ સૌને નિરાશ કર્યા છે. તે શ્રેણીની પહેલી મૅચમાં 19 રને અણનમ રહ્યો હતો અને ગુરુવારની બીજી મૅચમાં આઠ રન કરીને આઉટ થઈ ગયો હતો. બંને મૅચમાં તે એક પણ વિકેટ નહોતો લઈ શક્યો.