સ્પોર્ટસ

કોલકાતામાં ટેસ્ટ મૅચ પર આઇપીએલની દોડધામ હાવી થઈ

અમિત શાહ

કોલકાતાઃ
કોલકાતાના ઈડન ગાર્ડન્સ (EDEN GARDENS)માં શુક્રવારે (સવારે 9.30 વાગ્યાથી) ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સિરીઝની પ્રથમ ટેસ્ટ (TEST) મૅચ શરૂ થઈ રહી છે, પરંતુ આ શહેરમાં આ ટેસ્ટ મૅચ કરતાં આગામી આઇપીએલ (IPL)ની વધુ ચર્ચા છે જેનું કારણ એ છે કે આઇપીએલમાં ખેલાડીઓની અદલાબદલી કરવા સંબંધિત ટ્રેડિંગ વિન્ડો માટેની મુદત થંભી જવાનો સમય નજીક આવી રહ્યો છે તેમ જ અબુ ધાબીમાં 16મી ડિસેમ્બરે યોજાનારા આઇપીએલના પ્લેયર્સ-ઑક્શનને પણ હવે બહુ દિવસો બાકી નથી એટલે પશ્ચિમ બંગાળના આ પાટનગરમાં ટેસ્ટ પર આઇપીએલને લગતી દોડધામ હાવી થઈ ગઈ છે.

વાત એમ છે કે 2026ની આઇપીએલના તમામ ફ્રૅન્ચાઇઝીઓના માલિકો પોતાની રણનીતિ અત્યારથી તૈયાર કરવામાં વ્યસ્ત છે. હવે તો ખેલાડીઓની હરાજીની તારીખ અને સ્થળ પણ નક્કી થઈ ગયા છે એટલે ખેલાડીઓની અદલાબદલી કરવા માટે, કયા ખેલાડીઓને રિલીઝ કરવા તથા કોને રીટેન કરવા તેમ જ હરાજીમાં કોના પર ખાસ નજર રાખવી એ સંબંધમાં ટીમોના માલિકોની ચર્ચા-વિચારણા વધી ગઈ છે એટલે ભારત-દક્ષિણ આફ્રિકા ટેસ્ટની ચર્ચા થોડી ઝાંખી પડી ગઈ છે.

આ પણ વાંચો : IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સ રમી શકે છે મોટો દાવ! આ ત્રણ ખેલાડીઓનો સોદો અંતિમ તબક્કામાં

આ પણ વાંચો : CSK-RR વચ્ચે રવિન્દ્ર જાડેજા અને સંજુ સેમસન વચ્ચેનો સોદો અટક્યો! જાણો છે કારણ

લખનઊ સુપર જાયન્ટ્સ (એલએસજી)નું વર્ડું મથક કોલકાતામાં જ છે અને એના માલિક સંજીવ ગોયેન્કા તેમ જ કૅપ્ટન રિષભ પંત અને ટૉમ મૂડી, ભરત અરુણ, જસ્ટિન લૅન્ગર સહિતનું ટીમ મૅનેજમેન્ટ આગામી આઇપીએલ માટેની રણનીતિ તૈયાર કરી રહેલા જણાયા છે. તેમની મીટિંગ અહીં કોલકાતામાં એલએસજીના હેડ ક્વૉર્ટરમાં થઈ હોવાનું જાણવા મળ્યું હતું.

રાજસ્થાન રૉયલ્સના ફ્રૅન્ચાઇઝીના માલિક મનોજ બદાલે લંડનમાં રહે છે, પરંતુ તેઓ કોલકાતામાં આઇટીસી સોનાર બાંગ્લા હોટેલમાં બે દિવસથી રવીન્દ્ર જાડેજા સાથે મીટિંગ કરી રહ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. આવનારા દિવસોમાં પોતાની ટીમનું કૉમ્બિનેશન કેવું રહેશે એને લઈને તમામ ફ્રૅન્ચાઇઝીઓ વ્યૂહરચના બનાવી રહ્યા છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button