નવી દિલ્હી: વિરાટ કોહલી 2024ના નાણાકીય વર્ષ માટેના ભારતના તમામ સ્પોર્ટ્સપર્સન્સમાં સૌથી વધુ કરવેરો ભરનાર ક્રિકેટર છે. તેણે આ વર્ષ માટે 66 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો છે.
કોહલી દેશમાં સૌથી વધુ વાર્ષિક ટેક્સ ભરનાર ક્રિકેટરોમાં નંબર વન છે. તે આ યાદીમાં મહેન્દ્રસિંહ ધોનીથી પણ આગળ છે. ધોનીએ 38 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો છે. સચિન તેન્ડુલકર 28 કરોડ કરવેરાની ચૂકવણી સાથે ત્રીજા સ્થાને છે.
કોહલી દેશના ટેક્સ-પેયર્સમાં નંબર-વન છે, પરંતુ તમામ ભારતીય સેલિબ્રિટીઝની વાત કરીએ તો કોહલી પાંચમા નંબરે છે. શાહરુખ ખાને 92 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો અને તે સેલિબ્રિટીઝના લિસ્ટમાં અવ્વલ છે.
ભારતના ટોચના પાંચ ટેક્સ ભરનાર ક્રિકેટર્સ:
(1) વિરાટ કોહલી, 66 કરોડ રૂપિયા (2) મહેન્દ્રસિંહ ધોની, 38 કરોડ રૂપિયા (3) સચિન તેન્ડુલકર, 28 કરોડ રૂપિયા (4) સૌરવ ગાંગુલી, 23 કરોડ રૂપિયા (5) હાર્દિક પંડ્યા, 13 કરોડ રૂપિયા
ભારતના ટોચના પાંચ ટેક્સ ભરનાર સેલિબ્રિટીઝ:
(1) શાહરુખ ખાન, 92 કરોડ રૂપિયા (2) થાલાપથી વિજય, 80 કરોડ રૂપિયા (3) સલમાન ખાન, 75 કરોડ રૂપિયા (4) અમિતાભ બચ્ચન, 71 કરોડ રૂપિયા (5) વિરાટ કોહલી, 66 કરોડ રૂપિયા (6) અજય દેવગન, 42 કરોડ રૂપિયા (7) એમએસ ધોની, 38 કરોડ રૂપિયા (8) રણબીર કપૂર, 36 કરોડ રૂપિયા (9) સચિન અને ઋતિક રોશન, 28 કરોડ રૂપિયા (10) કપિલ શર્મા, 26 કરોડ રૂપિયા (11) સૌરવ ગાંગુલી, 23 કરોડ રૂપિયા (12) કરીના કપૂર, 20 કરોડ રૂપિયા (13) શાહિદ કપૂર, મોહનલાલ, અલ્લુ અર્જુન, 14 કરોડ રૂપિયા (14) હાર્દિક પંડ્યા, 13 કરોડ રૂપિયા (15) કિયારા અડવાણી, 12 કરોડ રૂપિયા (16) કૅટરિના કૈફ, પંકજ ત્રિપાઠી, 11 કરોડ રૂપિયા (17) આમિર ખાન, રિષભ પંત, 10 કરોડ રૂપિયા.