સ્પોર્ટસ

કોહલીએ ગિલને ‘ઉતારી પાડ્યો’: જોકે વિરાટનો આ વીડિયો જ બનાવટી છે!

નેટ યુઝર્સ કહે છે કે ‘એઆઇ બહુ ડેન્જરસ છે’

નવી દિલ્હી: સોશિયલ મીડિયામાં વિરાટ કોહલીનો એક વીડિયો વાઇરલ થઈ ગયો છે જેમાં તે શુભમન ગિલ વિશે ઘણું બોલી ગયો છે. જોકે તપાસ કરતા જાણવા મળ્યું છે કે વિરાટ ડીપફેકનો શિકાર થયો છે. તેના નામે બહાર પાડવામાં આવેલો આ વીડિયો બનાવટી છે. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે કહ્યું છે કે ‘વિરાટના અવાજની અસ્સલ નકલ ધરાવતો આ વીડિયો છે. એઆઇ ખૂબ ડેન્જરસ છે.’

એઆઇ (આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ)ની કરામતથી કોહલીનો આ ફેક વીડિયો બનાવાયો છે.
દેશને ભારતીય ક્રિકેટ પાસેથી એક-એકથી ચડે એવા બૅટર મળ્યા છે અને એમાં કેટલાકને લેજન્ડ તરીકે ઓળખાવવામાં આવે છે. જોકે સચિન તેન્ડુલકર જેવો કોઈ નહીં. તેના જેવી ઊંચાઈ ન તો કોઈએ સર કરી છે કે ન હવે પછી સર કરી શકશે. ક્રિકેટના નિષ્ણાતો વિરાટ કોહલીને સચિન પછીનો બીજો ગ્રેટ બૅટર ગણાવે છે. આમાં કોઈ શંકા નથી, પરંતુ કેટલાક નિષ્ણાતો તો ત્યાં સુધી કહી ચૂક્યા છે કે શુભમન ગિલ આ બન્ને દિગ્ગજો જેટલું નામ કમાઈ શકે એટલી ક્ષમતા તેનામાં છે. તેમનું એવું માનવું છે કે ગિલ બીજો કોહલી પણ બની શકે.



જોકે કોહલીના અવાજની નકલ કરીને જે વીડિયો બનાવાયો છે એણે તો બબાલ જ મચાવી દીધી. એમાં કોહલીના બનાવટી અવાજમાં એવું કહેવામાં આવ્યું છે કે ‘અમે જ્યારે ઑસ્ટ્રેલિયાથી પાછા આવ્યા હતા ત્યારે મેં જોયું કે સફળ થવા માટે શું-શું જરૂરી હોય છે. મેં શુભમન ગિલને ખૂબ નજીકથી પર્ફોર્મ કરતો જોયો છે. તેની પ્રતિભામાં મને લેશમાત્ર શંકા નથી, પણ પ્રતિભા બતાવવી અને લેજન્ડ બનવું એ બન્ને વચ્ચે બહુ મોટું અંતર હોય છે.’

એ વીડિયોમાં કોહલીના વૉઇસમાં વધુમાં જણાવાયું છે કે, ‘કેટલાક ગિલને હવે પછીના વિરાટ તરીકે ઓળખાવે છે. જોકે હું સ્પષ્ટ કરવા માગું છું કે વિરાટ કોહલી એક જ છે. મેં ઘણા ખતરનાક બોલર્સનો સામનો કર્યો છે. ભારતીય ક્રિકેટમાં ભગવાન (સચિન તેન્ડુલકર) છે અને પછી મારી પ્રતિભા છે. ક્રિકેટના ભગવાન છે અને પછી હું છું.’

મીડિયામાં વિરાટના આ વીડિયોની ખૂબ ચર્ચા છે, એ મોટી સંખ્યામાં શૅર પણ કરવામાં આવી રહ્યો છે અને ક્રિકેટપ્રેમીઓ અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. જોકે અહીં ખુલાસો કરી દઈએ કે વિરાટ કોહલીએ કોઈ પણ વીડિયોમાં આવું કંઈ કહ્યું જ નથી. આ વીડિયો ફેક છે. એઆઇની મદદથી બનાવાયેલો આ વીડિયો વધુ શૅર ન કરવામાં આવે એ હેતુથી ગુરુવારે સવારથી જ ખુલાસો આવી ગયો હતો.

Show More

Related Articles

Back to top button
આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન… આ બીજ ખાઇને તમારો બ્રેઇન પાવર વધારો