T20 World Cup 2024સ્પોર્ટસ

ડ્રેસિંગ રૂમમાં અચાનક Rohit Sharma કેમ રડી પડ્યો?

T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં ભારતે ઇંગ્લેન્ડને હરાવીને પ્રવેશ મેળવ્યા બાદ વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચેની ભાવનાત્મક ક્ષણ કેમેરામાં કેદ થઈ હતી.

ભારતે ગુરુવારે સેમિફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ સામે જીત મેળવી હતી. હવે ભારત દક્ષિણ આફ્રિકા સામે T20 વર્લ્ડ કપની ફાઇનલ રમશે.172ના ટાર્ગેટનો પીછો કરતા ઈંગ્લેન્ડ 16.4 ઓવરમાં 103 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું, જેમાં કુલદીપ યાદવે 3/19 અને અક્ષર પટેલે 3/23 વિકેટ લીધી હતી. ટીમ ઈન્ડિયાએ ખુશી અને ભાવુકતા સાથે આ ભવ્ય જીતની ઉજવણી કરી હતી. એક વાયરલ વીડિયોમાં ભાવનાત્મક અને રાહત અનુભવતા સુકાની રોહિત શર્મા, ડ્રેસિંગ રૂમની બહાર બેઠેલા જોવા મળે છે. જ્યારે ભારતીય ક્રિકેટરો પાછા ફરે છે, ત્યારે વિરાટ કોહલી તેમની પાસે જાય છે અને તેને ખભા પર ટપલી મારીને તેમને ખુશ કરવાનો પ્રયાસ કરે છે. બેટર સૂર્યકુમાર યાદવ, જેણે ભારતીય દાવ દરમિયાન રોહિત સાથે 73 રનની ભાગીદારી નોંધાવી હતી, તે પણ તેના કેપ્ટનને ઉત્સાહિત કરવા માટે તેના ઘૂંટણ પર ટપલી મારે છે. ભારતને સતત બીજા વિશ્વ કપની ફાઇનલમાં લીડ કર્યા બાદ રોહિત શર્મા ખરેખર ઇમોશનલ થઇ જાય છે.

ભારત, 2013ની ચેમ્પિયન્સ ટ્રોફી પછી તેમની પ્રથમ મોટી જીતની રાહ જોઈ રહ્યું છે. ભારત હવે શનિવારે બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલમાં ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે.

આ પણ વાંચો :India vs England Highlights: ભારતે ઇંગ્લૅન્ડને કચડી નાખ્યું: બીજા ટી-20 ટાઇટલથી એક જ ડગલું દૂર

રોહિત શર્માની વાત કરીએ તો કેપ્ટન તરીકે તેમનો શાનદાર રેકોર્ડ રહ્યો છે. રોહિતે ભારતને ICCની ત્રણ ઇવેન્ટની ફાઇનલમાં પહોંચાડ્યું છે – જૂન 2023માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ, નવેમ્બરમાં 50-ઓવરનો વર્લ્ડ કપ અને હવે T20 World Cup 2024ની ફાઇનલ. રોહિતના નેતૃત્વમાં, ભારત છેલ્લા 18માંથી માત્ર બે વર્લ્ડ કપ/ચેમ્પિયનશિપ મેચ હારી છે. રોહિતની કપ્તાનીમાં ભારત માટે વર્લ્ડ કપ જીતવાની આ શ્રેષ્ઠ તક છે

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો