મુંબઈ: વિરાટ કોહલી અને પત્ની અનુષ્કા ચાર દિવસ પહેલાં અલીબાગ જવા ગેટવે ઓફ ઇન્ડિયા ખાતે ફેરીની લાઈનમાં ઊભેલા જોવા મળ્યા હતા. તેઓ અલીબાગ પહોંચીને પોતાના આલીશાન બંગલામાં રહ્યા હતા. તેમની આ ટૂંકી વિઝિટને પગલે તેમના ઘણા ચાહકોને તેમના બંગલા વિશે જાણવાની આતુરતા થઈ હશે.
કોહલી ઘણા મહિનાથી ફૉર્મમાં નથી અને ઑસ્ટ્રેલિયાના નિષ્ફળ પ્રવાસ બાદ તે મન હળવું કરવા માટે જ અનુષ્કા સાથે અલીબાગ ગયો હતો.
કોહલીનો અલીબાગ ખાતેનો બંગલો 10,000 સ્ક્વેર ફૂટ પ્લૉટ પર બનેલો છે. તે ઍક્ટ્રેસ-પત્ની અનુષ્કા સાથે બે દિવસ માટે અલીબાગ ગયો હતો.
કોહલીના આ વિલામાં ચાર બેડરૂમ છે. આ બંગલો બનાવવામાં પ્રિસ્ટાઇન સ્ટોન, ઇટાલિયન માર્બલ અને ટર્કી લાઇમસ્ટોન સહિત કીમતી માલ-સામાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
એક વર્ષ પહેલાં કોહલીએ આ બંગલામાં એન્ટ્રી કરી હતી. આ વિલા 19 કરોડ રૂપિયાની કિંમતે બનેલું છે. એની ડિઝાઇન સેલિબ્રિટી ઇન્ટિરિયર ડિઝાઇનર સુઝેન ખાને તૈયાર કરી છે.
વિલાના દરેક રૂમમાં છત ખૂબ ઊંચી બનાવવામાં આવી છે કે જેથી દરેક રૂમમાં ભરપૂર કુદરતી પ્રકાશ અને હવા આવે છે.
કોહલીના આ વિલાના રીતે ઊંચી હોય એના કરતાં બમણી ઊંચી બનાવવામાં આવી છે. કોહલીના મતે ‘છત ખૂબ ઊંચી હોય તો વધુ કુદરતી પ્રકાશ અને વધુ ઊર્જા ઘરમાં આવે. મને એવું હૉલિડે-હોમ ગમે કે જ્યાં પ્રવેશ કરતા જ ખૂબ જ રાહત અને આનંદની અનુભૂતિ થાય. મારું હૉલિડે-હોમ એવું હોવું જોઈએ જ્યાં મને મારા રેગ્યુલર હોમ જેવો જ અનુભવ થાય. મારું આ નવું હોમ અસ્સલ એવું જ છે.’
આ પણ વાંચો…અશ્વિને સંન્યાસ પર કહી મોટી વાત, રોહિત-કોહલીને ખૂંચશે
કોહલીનો ગુરુગ્રામમાં પણ આલીશાન બંગલો છે તેમ જ મુંબઈમાં સી-ફેસિંગ પ્રોપર્ટી છે. મુંબઈ, પુણે, કલકત્તા અને દિલ્હીમાં કોહલીની વન-8 કૉમ્યુન નામની રેસ્ટોરાં છે.