કે. એલ. રાહુલની વિકેટ બ્રિટિશ બોલર્સ માટે અપશુકનિયાળ છે કે શું? ત્રણ ઉદાહરણ ખૂબ રસપ્રદ છે

લંડનઃ ભારતીય ટેસ્ટ ઓપનર કે. એલ. રાહુલે (KL RAHUL) ઇંગ્લૅન્ડ સામેની વર્તમાન ટેસ્ટમાં માત્ર 14 અને 7 રન કર્યા એ વાત સાચી, પરંતુ સિરીઝમાં તેનો પર્ફોર્મન્સ અસાધારણ રહ્યો છે, કારણકે પહેલી ચાર ટેસ્ટના આઠ દાવમાં (137, 42, 55, 2, 39, 100, 90 અને 46 રન) મોટા ભાગે તે સારું રમ્યો હતો. જોકે ભારત (INDIA)ને તેના રનનો ફાયદો થયો ત્યાં તેની વિકેટ લીધા પછી બ્રિટિશ બોલરે અનાયાસે ઈજાનો શિકાર થવું પડ્યું છે.
આપણ વાંચો: કે. એલ. રાહુલે કેમ કહ્યું Still It Hurts… જોઈ લો સોશિયલ મીડિયા પર વાઈરલ પોસ્ટ
તમે વિચારતા હશો કે રાહુલની વિકેટ (WICKET)ને બ્રિટિશ ખેલાડીની ઈજા સાથે શું લેવાદેવા હોય? વાત સાચી છે, પણ અંધશ્રદ્ધામાં ન માનીએ તો પણ યોગાનુયોગ ત્રણ વખત એવું બન્યું છે કે રાહુલની વિકેટ લીધા બાદ (તેની વિકેટ લેનાર) બોલરને ઈજા થઈ છે.
મુંબઈના જાણીતા સ્કોરર દીપક જોશીએ ‘ મુંબઈ સમાચાર’ને આપેલી જાણકારી મુજબ લૉર્ડ્સની ત્રીજી ટેસ્ટ, ઑલ્ડ ટ્રેફર્ડની ચોથી ટેસ્ટ અને ઓવલની પાંચમી ટેસ્ટમાં બન્યું એવું કે તેને આઉટ કરનાર બોલરને રાહુલની વિકેટ પછી અનાયાસે ઈજા નડી છે.

આપણ વાંચો: કે. એલ. રાહુલની સુપર-સેન્ચુરીને બે ગ્રહણ લાગ્યા
(1) લૉર્ડ્સની ત્રીજી ટેસ્ટના પ્રથમ દાવમાં સ્પિનર શોએબ બશીરના બૉલમાં રાહુલ 100 રનના પોતાના સ્કોર પર હૅરી બ્રૂકના હાથમાં કૅચઆઉટ થયો હતો. ત્યાર બાદ બશીરને હાથની આંગળીમાં ઈજા થઈ હતી.
(2) ઑલ્ડ ટ્રેફર્ડની ચોથી ટેસ્ટના બીજા દાવમાં રાહુલ 90 રન પર હતો ત્યારે તે બેન સ્ટૉક્સના બૉલમાં એલબીડબ્લ્યૂ થયો હતો. એ મૅચ બાદ સ્ટૉક્સ ખભાની ઈજાને કારણે પાંચમી ટેસ્ટમાં નથી રમ્યો.
(3) ઓવલની વર્તમાન ટેસ્ટના પ્રથમ દાવમાં રાહુલ 14 રન પર હતો ત્યારે ક્રિસ વૉક્સના બૉલમાં ક્લીન બોલ્ડ થયો હતો. એ દાવ દરમ્યાન વૉક્સને ફીલ્ડિંગમાં બૉલ રોકવા જતાં ખભામાં ઈજા થઈ અને તે આ ટેસ્ટની બહાર થઈ ગયો છે.