મુંબઈ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના પહેલી મેચ પર્થના ઓપ્ટસ સ્ટેડીયમમાં (IND vs AUS 1st Test)રમાઈ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી નથી રહી. સિરીઝની પહેલી ટેસ્ટ મેચના પહેલા દિવસે પહેલા જ સેશનમાં એક વિવાદ સર્જાયો હતો. થર્ડ અમ્પાયરે કેએલ રાહુલને જે રીતે આઉટ કરવામાં આવ્યો એ અંગે ચર્ચાએ (KL Rahul’s Wicket) જોર પકડ્યું છે. કેએલ રાહુલને આઉટ આઉટ આપવા અંગે ભારતીય ક્રિકેટ ચાહકોમાં રોષ છે.
ભારતની ખરાબ શરૂઆત:
ભારતીય ટીમે શરૂઆતમાં જ એક પછી એક વિકેટો ગુમાવી રહી હતી. કેએલએ યશસ્વી જયસ્વાલ સાથે ઇનિંગની શરૂઆત કરી હતી. યશસ્વી અને દેવદત્ત પડિકલ ખાતું ખોલાવ્યા વિના આઉટ થયા હતા, જયારે વિરાટ કોહલી માત્ર પાંચ રન બનાવીને આઉટ થયો હતો. ભારતે માત્ર 32 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.
Also read: IND vs AUS 1st Test: યશસ્વી જયસ્વાલ વર્લ્ડ રેકોર્ડ બનાવવાથી ચુક્યો, બીજી ઇનિંગમાં તકAlso read:
કે એલ રાહુલની વિકેટ:
ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલરોની ખતરનાક બોલિંગ સામે કેએલ રાહુલનો ડિફેન્સ ઘણો મજબૂત દેખાઈ રહ્યો હતો. લંચ બ્રેકના થોડા સમય પહેલા કેએલ રાહુલ મિચેલ સ્ટાર્કના હાથે આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. કેએલએ 74 બોલમાં 26 રન બનાવ્યા હતા.
સ્ટાર્ક 22મી ઓવર ફેંકવા આવ્યો હતો, ઓવરના બીજા બોલ પર વિકેટકીપર એલેક્સે કેચ આઉટની જોરદાર અપીલ કરી હતી. ઓનફિલ્ડ અમ્પાયરે કેએલ રાહુલને નોટ આઉટ જાહેર કર્યો, ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ રિવ્યુ લેવાનો નિર્ણય કર્યો. સ્નીકોમીટર પર સ્પાઇક જોવા મળી હતી, પરંતુ બોલ બેટને સ્પર્શ્યો હોવાનું દેખાતું ન હતું.
Also read: IND vs AUS 1st Test: ભારતીય ટીમનું ટોપ ઓર્ડર ફરી ફેલ; લંચ સુધી મેચના હાલ
રિપ્લેમાં ક્યાંયથી સ્પષ્ટ દેખાતું ન હતું કે બોલ બેટને સ્પર્શ્યો હતો. થર્ડ અમ્પાયરે ઓનફિલ્ડ અમ્પાયરનો નિર્ણય બદલ્યો અને કેએલને આઉટ જાહેર કર્યો. ત્યાર બાદ કેએલના ચહેરા પર નિરાશા સ્પષ્ટ દેખાતી હતી. ઓસ્ટ્રેલિયા માટે આ ઘણી મોટી વિકેટ હતી. હાલ ભારતીય ટીમ મુશ્કેલીમાં દેખાઈ રહી છે.