સ્પોર્ટસ

IPL 2025: આ યુવા બેટ્સમેન કરશે KKRની કેપ્ટનશીપ! ટૂંક સમયમાં થશે જાહેરાત

મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝન(IPL 2025)માં મોટા ફેરફારો જોવા મળવાના છે, તમામ ટીમોએ રીટેન્શન લીસ્ટ જાહેર કરી દીધું છે. ઘણી ફ્રેન્ચાઇઝીઓએ ટીમના કેપ્ટનને પણ છુટા કર્યા છે. ડિસેમ્બર મહિનામાં મેગા ઓક્શન યોજાશે, જેમાં ફ્રેન્ચાઇઝીઓ સારા ખેલાડીઓ ખરીદીને પોતાની ટીમ મજબુત બનાવવા પ્રયત્નો કરશે. એવામાં કોલકાતા નાઈટ રાઈડર્સ(KKR) બાબતે મહત્વના અપડેટ મળી રહ્યા છે, રીંકુ સિંહ ટીમનો નવો કેપ્ટન (Rinku Singh as KKR Captain)બની શકે છે.

ચોંકાવનારો નિર્ણય લેતા KKRએ IPL 2024માં ટીમને ટાઈટલ જીતનાર કેપ્ટન શ્રેયસ અય્યરને રિલીઝ કરી દીધો, શ્રેયસ IPL 2025માં KKRની જર્સીમાં નહીં જોવા મળે. આવી સ્થિતિમાં ટીમ નવા કેપ્ટનની શોધમાં છે. અહેવાલ અનુસાર, વિસ્ફોટક બેટ્સમેન રિંકુ સિંહ 2025માં કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન હોઈ શકે છે. જોકે, ફ્રેન્ચાઈઝીએ હજુ તેની સત્તાવાર જાહેરાત કરી નથી.

આ મેચથી રીંકુ રાતોરાત ફેમસ થઇ ગયો:
IPL 2023 દરમિયાન ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં છેલ્લા પાંચ બોલમાં પાંચ સિક્સર ફટકારીને KKR ને હારેલી મેચ જીતાડીને રિંકુ સિંહ રાતોરાત હીરો બની ગયો હતો. આ ઉપરાંત પણ રીંકુએ IPLમાં ઘણી વિસ્ફોટક ઇનિંગ્સ રમી છે. ત્યાર બાદ રીંકુને ભારતની T20 ટીમમાં પણ સ્થાન મળ્યું.

KKRએ આ 6 ખેલાડીઓને રિટેન કર્યા:
IPL 2025 માટે, KKR એ આન્દ્રે રસેલ, સુનિલ નારાયણ, વરુણ ચક્રવર્તી, રિંકુ સિંહ, રમનદીપ સિંહ અને હર્ષિત રાણાને રિટેન કર્યા છે. KKR એ 4 કેપ્ડ પ્લેયર અને 2 અનકેપ્ડ પ્લેયર્સને જાળવી રાખ્યા છે. રિંકુ સિંહને KKRએ આગામી સિઝન માટે રૂ. 13 કરોડમાં રીટેન કર્યો છે.

Also Read વિરાટ અને રોહિત બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ફોર્મ પરત મેળવી શકશે? જાણો શું કહે છે આંકડા

અહેવાલ અનુસાર, KKRના મેનેજમેન્ટે કેપ્ટન તરીકે રિંકુ સિંહના નામને મંજૂરી આપી દીધી છે. જો કે હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ટૂંક સમયમાં આની જાહેરાત કરવામાં આવી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker