IPL 2024સ્પોર્ટસ

કિંગ કોહલી સુપર હિટ, સૌથી મોંઘો સ્ટાર્ક પાછો સુપર ફ્લૉપ

બેન્ગલૂરુ: રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી)નો વિરાટ કોહલી (83 અણનમ, 59 બૉલ, ચાર સિક્સર, ચાર ફોર) ચાર દિવસ પહેલાં પંજાબ કિંગ્સ સામે 77 રનની મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમ્યા પછી હોમ ગ્રાઉન્ડ પર ફરી છવાઈ ગયો હતો. આ વખતે તેણે કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)ના બોલર્સની ખબર લઈ નાખી હતી. ઓપનિંગમાં આવીને એક પછી એક છ જોડીદાર સાથે નાની-મોટી ભાગીદારી કરી હતી. આરસીબીએ 20 ઓવરમાં છ વિકેટે 182 રન બનાવ્યા હતા. આરસીબીના 182 રનમાંથી 83 રન કોહલીના હતા.

કેકેઆરે વિક્રમજનક 24.75 કરોડ રૂપિયામાં ખરીદેલો ઑસ્ટ્રેલિયાનો મિચલ સ્ટાર્ક (4-0-47-0) ફરી સારું પર્ફોર્મ કરવામાં નિષ્ફળ ગયો હતો. 23મી માર્ચે હૈદરાબાદ સામે તેને 53 રનમાં એકેય વિકેટ નહોતી મળી.

કેકેઆરે બૅટિંગ આપ્યા પછી આરસીબીએ બીજી જ ઓવરમાં કૅપ્ટન ફાફ ડુ પ્લેસીની વિકેટ ગુમાવી દીધી હતી. જોકે કૅમેરન ગ્રીને ધબડકો નહોતો થવા દીધો. તેના 33 રન સેક્ધડ-હાઈએસ્ટ હતા જે તેણે 21 બૉલમાં બે સિક્સર અને ચાર ફોરની મદદથી બનાવ્યા હતા. તેની અને કોહલી વચ્ચે 65 રનની ભાગીદારી થઈ હતી. બે જીવતદાન મેળવનાર ગ્લેન મૅક્સવેલ (19 બૉલમાં 28 રન) તેમ જ કૅપ્ટન ફાફ ડુ પ્લેસી (આઠ રન), વિકેટકીપર અનુજ રાવત (ત્રણ રન) અને રજત પાટીદાર (ત્રણ રન) સસ્તામાં આઉટ થઈ ગયા હતા, જ્યારે કોહલીને છેલ્લી ઓવર સુધી સાથ આપનાર દિનેશ કાર્તિક (20 રન, આઠ બૉલ, ત્રણ સિક્સર) દાવના છેલ્લા બૉલે રનઆઉટ થયો હતો.

કેકેઆરના કૅપ્ટન શ્રેયસ ઐયરે કુલ છ બોલરને અજમાવ્યા હતા જેમાં ફાસ્ટ બોલર હર્ષિત રાણા તથા આન્ડ્રે રસેલ બે-બે વિકેટ લેવામાં સફળ થયા હતા, જ્યારે એક વિકેટ સુનીલ નારાયણને મળી હતી. સ્ટાર્ક ઉપરાંત અનુકૂલ રૉય અને વરુણ ચક્રવર્તીને વિકેટ નહોતી મળી.

આરસીબી અને કેકેઆર, બન્ને ટીમ એક-એક મૅચ જીતીને સામસામે આવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button