સ્પોર્ટસ
ખેલરત્ન, અર્જુન પુરસ્કાર સમિતિના અધ્યક્ષ બન્યા નિવૃત્ત જસ્ટિસ ખાનવિલકર
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ એએમ ખાનવિલકર મેજર ધ્યાનચંદ ખેલ રત્ન, અર્જુન અને દ્રોણાચાર્ય પુરસ્કારોની ૧૨ સભ્યોની પસંદગી સમિતિની અધ્યક્ષતા કરશે. રમત મંત્રાલયે રવિવારે આ જાહેરાત કરી હતી. આ સમિતિમાં ભૂતપૂર્વ ભારતીય હોકી કેપ્ટન ધનરાજ પિલ્લે, ઓલિમ્પિયન બોક્સર અખિલ કુમાર, શૂટર શુમા શિરુર, ટેબલ ટેનિસમાં આઠ વખતના રાષ્ટ્રીય ચેમ્પિયન કમલેશ મહેતા સહિત છ અગ્રણી ખેલ હસ્તીઓનો પણ સમાવેશ થાય છે. મહેતા ભારતીય ટેબલ ટેનિસ ફેડરેશનનું પ્રતિનિધિત્વ કરશે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન અંજુમ ચોપરા, બેડમિન્ટન ખેલાડી અને મિશન ઓલિમ્પિક યુનિટના સભ્ય તૃપ્તિ મુરગુંડે અને પાવરલિફ્ટિંગ ફેડરેશનના ફરમાન બાશા પણ આ સમિતિમાં સામેલ છે.
Taboola Feed