WPL ઓક્શનમાં કાશવીએ તોડ્યા તમામ રેકોર્ડ બની સૌથી મોંઘી પ્લેયર…. | મુંબઈ સમાચાર

WPL ઓક્શનમાં કાશવીએ તોડ્યા તમામ રેકોર્ડ બની સૌથી મોંઘી પ્લેયર….

મુંબઈ: વિમેન્સ પ્રીમિયર લીગ એટલે કે WPLની આગામી સિઝન માટે નવ ડિસેમ્બરના રોજ યોજાયેલી હરાજીમાં ફ્રેન્ચાઇઝ ટીમોએ ખેલાડીઓ પર ઘણી મોટી બોલી લગાવી હતી. ત્યારે ગુજરાત ટાઇટન્સ ટીમે એક એવી ખેલાડી પર દાવ લગાવ્યો કે જેને દરેક પોતાની ટીમમાં રાખવા ઇચ્છતા હતા. અંડર 19માં ફાસ્ટ બોલર કાશવી ગૌતમ WPL ઈતિહાસની સૌથી મોંઘી ખેલાડી બની ગઈ છે.

ગુજરાત જાયન્ટ્સે શનિવારે પંજાબની ફાસ્ટ બોલર કાશવી ગૌતમને વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની હરાજીમાં બે કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કરી હતી. જો કે કાશવી માટે રાખવામાં આવેલું મૂલ્ય 10 લાખ રૂપિયા હતું. ત્યારે ગુજરાત જાયન્ટ્સ અને યુપી વોરિયર્સ બંનેએ તેના માટે બોલી લગાવી હતી. આખરે ગુજરાતની ટીમ ડબલ્યુપીએલના બીજા તબક્કા માટે કાશવીના બીડ જીતવામાં સફળ રહી હતી.

આમતો કાશવી જુનિયર છે પરંતુ તેને સિનિયર ખેલાડીઓ વચ્ચે પોતાની રમતથી મજબૂત રીતે પોતાની ઓળખ ઊભી કરી છે. અંડર 19ની 50 ઓવરની મેચમાં 4.5 ઓવર બોલિંગ કરતી વખતે તેણે માત્ર 12 રન આપીને 10 વિકેટો ઝડપી હતી. કાશવીએ આ ઘાતક બોલિંગ અરુણાચલ પ્રદેશ સામે જ્યારે તેને ડેબ્યુ કર્યું ત્યારે કરી હતી. તેમજ મહિલા ટી20 સિનિયર 2023માં રમવા આવેલી કાશવીએ 7 મેચ રમી અને 12 વિકેટ લીધી હતી.

Back to top button