Dhinidhi Desinghu ૧૪ વર્ષના તરવૈયાએ ​​૩ ગોલ્ડ મેડલ જીત્યા...

રાષ્ટ્રીય રમતોત્સવના આરંભમાં 14 વર્ષની સ્વિમર ધીનિધિ છવાઈ ગઈ…

દેહરાદૂનઃ 38મા રાષ્ટ્રીય રમતોત્સવના આરંભમાં આજે કર્ણાટક રાજ્યના ઍથ્લીટો-ખેલાડીઓએ સૌથી વધુ પાંચ ગોલ્ડ સહિત કુલ સાત મેડલ જીત્યા હતા, જ્યારે મણિપુર ચાર ગોલ્ડ સહિત આઠ ચંદ્રક સાથે બીજા નંબરે અને મહારાષ્ટ્ર બે ગોલ્ડ સહિત કુલ આઠ ચંદ્રક સાથે ત્રીજા સ્થાને હતું. જોકે આ બધા વચ્ચે કર્ણાટકની 14 વર્ષની સ્વિમર ધીનિધિ દેસિન્ઘુ છવાઈ ગઈ હતી. તે ત્રણ ગોલ્ડ મેડલ જીતી હતી.

Also read : Sania Mirzaએ ભૂતપૂર્વ પતિ શોએબ મલિકની આ છેલ્લી નિશાની પણ કરી દૂર…

ગયા વર્ષે પૅરિસ ઑલિમ્પિક્સમાં ભાગ લેનાર ભારતની યંગેસ્ટ ઍથ્લીટ દેસિન્ઘુ પહેલાં તો મહિલાઓની 200 મીટર ફ્રીસ્ટાઇલ ઇવેન્ટમાં બે મિનિટ અને 3.24 સેક્નડના વિક્રમજનક ટાઇમિંગ સાથે ગોલ્ડ જીતી હતી. ત્યાર બાદ તેણે 100 મીટર બટરફ્લાય ઇવેન્ટમાં તેમ જ 4-400 મીટર ફ્રીસ્ટાઇલમાં પણ સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો.

200 મીટર ફ્રીસ્ટાઇલમાં અગાઉનો વિક્રમ 2ઃ07.08નો હતો જે દેસિન્ઘુના રાજ્ય કર્ણાટકની હાશિકા રામચંદ્રના નામે હતો જે તેણે 2022માં ગુજરાત ખાતેની નૅશનલ ગેમ્સમાં નોંધાવ્યો હતો.

મહિલાઓની ખો-ખોમાં મહારાષ્ટ્રએ પશ્ચિમ બંગાળને 24-20થી હરાવ્યું હતું, જ્યારે ઓડિશાનો ગુજરાત સામે 26-16થી વિજય થયો હતો.

Also read : યુઝવેન્દ્ર ચહલ સાથે ડિવોર્સની અફવા વચ્ચે આ ક્યાં પહોંચી ધનશ્રી!

પુરુષોની ખો-ખોમાં ઓડિશાનો બંગાળ સામે 44-28થી અને કર્ણાટકનો ઉત્તરાખંડ સામે 36-18થી વિજય થયો હતો.

સંબંધિત લેખો

Back to top button