સ્પોર્ટસ

નવો રવિચન્દ્રન ઊભર્યો, કર્ણાટકને પાંચમી વાર પ્રતિષ્ઠિત ટ્રોફી અપાવી…

વડોદરાઃ વન-ડે ફૉર્મેટની વિજય હઝારે ટ્રોફીમાં આજે કર્ણાટકે (50 ઓવરમાં 348/6) વિદર્ભ (48.2 ઓવરમાં 312/10)ને હાઇ-સ્કોરિંગ અને રોમાંચક ફાઇનલમાં 36 રનથી હરાવીને પાંચમી વખત ટાઇટલ જીતી લીધું હતું. ભારતીય ક્રિકેટને રવિચન્દ્રન અશ્વિન પછી હવે રવિચન્દ્રન સ્મરણ નામનો નવો ક્રિકેટર મળ્યો છે.

આ પણ વાંચો : મહિલાઓનો ટી-20 અન્ડર-19 વર્લ્ડ કપ આવી ગયો…

કર્ણાટકના રવિચન્દ્રન સ્મરણે 92 બૉલમાં ત્રણ સિક્સર, સાત ફોરની મદદથી 101 રન બનાવ્યા હતા. સ્મરણના 101 રન તેમ જ ક્રિષ્નન શ્રીજીતના 78 રન તથા અભિનવ મનોહરના 79 રનની મદદથી વિદર્ભને 349 રનનો લક્ષ્યાંક અપાયો હતો. જોકે વિદર્ભની ટીમ ધ્રુવ શોરેના 110 રન તથા હર્ષ દુબેના 63 રન છતાં 312 રને આઉટ થઈ જતાં હારી ગઈ હતી. કર્ણાટક વતી વાસુકી કૌશિક, પ્રસિદ્ધ ક્રિષ્ના અને અભિલાષ શેટ્ટીએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.

રવિચન્દ્રન સ્મરણને મૅન ઑફ ધ ફાઇનલનો અને વિદર્ભના કરુણ નાયરને મૅન ઑફ ધ સિરીઝનો પુરસ્કાર અપાયો હતો.
ભારત વતી રમી ચૂકેલા અને ટેસ્ટ ક્રિકેટમાં ટ્રિપલ સેન્ચુરી ફટકારનાર વીરેન્દર સેહવાગ પછીના એકમાત્ર વિદર્ભના સુકાની કરુણ નાયરે ઉપરાઉપરી ચાર સેન્ચુરી બાદ અણનમ 88 રન પછી ફાઇનલમાં ફક્ત 27 રન બનાવ્યા હતા. તેને કર્ણાટકના ભારતીય પેસ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાએ ક્લીન બોલ્ડ કર્યો હતો.

તેણે વિજય હઝારે ટ્રોફીની આ સીઝનમાં વિક્રમજનક 779 રન બનાવ્યા હતા. તે આઠમાંથી છ ઇનિંગ્સમાં અણનમ રહ્યો હતો. તેના આઠ ઇનિંગ્સના રન આ મુજબ હતાઃ 112 અણનમ, 44 અણનમ, 163 અણનમ, 111 અણનમ, 112 રન, 122 અણનમ, 88 અણનમ અને 27 રન.

આ પણ વાંચો : કહાની મેં ટવીસ્ટઃ રિન્કુ સિંહ અને સાંસદ પ્રિયા સરોજની સગાઈ નથી થઈ, માત્ર…

પંજાબનો અર્શદીપ સિંહ 20 વિકેટ સાથે હાઇએસ્ટ વિકેટ લેનાર બોલર બન્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button