નેશનલસ્પોર્ટસ

કપિલ દેવ ઉજજૈનની ગલીમાં બાળકો સાથે પ્લાસ્ટિકના બૉલથી રમ્યા!

ઉજ્જૈનઃ ભારતના ક્રિકેટ-લેજન્ડ અને 1983ના વિશ્વ કપ વિજેતા-સુકાની કપિલ દેવ (Kapil Dev) એક અલગ અંદાઝમાં જ જોવા મળ્યા જેમાં તેઓ મધ્ય પ્રદેશના ઉજ્જૈન શહેરની એક ગલી (Gully)માં કોઈ પણ પ્રકારની સુરક્ષા કે પ્રૉટોકૉલ વિના બાળકો સાથે ક્રિકેટ રમતા જોવા મળ્યા હતા.

કપિલ દેવ જૂના મિત્ર મોહનલાલ સોનીને મળવા ઉજ્જૈન પહોંચી ગયા હતા અને આ પ્રવાસ દરમ્યાન તેઓ શહેરમાં ફ્રીગંજ વિસ્તારની એક ગલીમાં બાળકો સાથે ક્રિકેટ રમવા ઊતર્યા હતા. કપિલે દેવે કેટલાક જોરદાર શૉટ માર્યા હતા. એમાંના ઘણા બાળકોને ખબર પણ નહોતી કે તેઓ 1983 વર્લ્ડ કપના સુપરસ્ટાર સાથે રમી રહ્યા છે.

આપણ વાચો: કપિલ દેવની ચર્ચાસ્પદ ટિપ્પણી,` ગૌતમ ગંભીર કોચ નહીં, પણ મૅનેજર કહેવાય’

જોકે કેટલાક બાળકોને ખબર હતી કે આ કપિલ દેવ છે એટલે તેઓ ખૂબ ઉત્સાહિત થઈને રમ્યા હતા. આસપાસમાં પસાર થતા લોકો પણ કપિલ દેવને જોઈને રોમાંચિત થઈ ગયા હતા. બાળકો સાથે ગલીમાં રમવાની તેમની સાદગી લોકોને ખૂબ પસંદ પડી હતી.

કપિલ દેવે મિત્ર મોહનલાલ સોની (Soni) અને તેમના પત્ની સરલા સોનીના ઘરે આવ્યા હતા. બાળકો પ્લાસ્ટિકના બૉલથી રમી રહ્યા હતા અને કપિલ દેવ ટેનિસ તથા લેધર બૉલ સિવાય બીજા કોઈ બૉલથી અગાઉ કદાચ નહીં રમ્યા હોય, પણ ઉજજૈનમાં તેઓ પ્લાસ્ટિક બૉલથી રમ્યા હતા. .

કપિલ દેવે પછીથી બાળકો સાથે ફોટા પણ પડાવ્યા હતા અને તેમની વચ્ચે ઘણો સમય રહ્યા હતા. કપિલ દેવે પછીથી ઉજ્જૈન (Ujjain)ના સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ (એસપી) પ્રદીપ શર્મા સાથે પણ મુલાકાત કરી હતી અને વાતચીત દરમ્યાન કપિલે ઉજ્જૈન શહેરની શાંતિ અને સુંદરતાને બિરદાવી હતી.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button