કંગના રનૌતે ક્રિકેટરોને ‘ધોબી કા કુત્તા’ કહ્યા હતાં! શમા મોહમ્મદનો ભાજપને વળતો જવાબ | મુંબઈ સમાચાર

કંગના રનૌતે ક્રિકેટરોને ‘ધોબી કા કુત્તા’ કહ્યા હતાં! શમા મોહમ્મદનો ભાજપને વળતો જવાબ

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માને “જાડિયો” કહેવા અને તેની ફિટનેસ પર સવાલ ઉઠાવવા બદલ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શમા મોહમ્મદ(Shama Mohamed)ની ચારે તરફથી ટીકા થઇ રહી છે. ભાજપ નેતાઓએ શમા અને કોંગેસ પર આકરા પ્રહારો કર્યા હતાં. શમા મોહમ્મદને X પર કરેલી પોસ્ટ ડિલીટ કરવાની ફરજ પડી છે, પરંતુ તેમણે માફી માંગી ન હતી. એવામાં આજે શમાએ બોલિવૂડ એક્ટ્રેસ અને ભાજપ સાંસદ કંગના રનૌત (Kangana Ranaut)ની જૂની પોસ્ટનો સ્ક્રિન શોટ શેર કરીને વળતો પ્રહાર કર્યો છે. પોસ્ટમાં, કંગનાએ ક્રિકેટરો વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો.

દેશના રમતગમત પ્રધાન મનસુખ માંડવિયાએ રોહિત શર્માની ફિટનેસ પર ટિપ્પણી કરવા બદલ શમા મોહમ્મદની ટીકા કરી હતી. આજે શમા મોહમ્મદે આજે કરેલી પોસ્ટમાં કંગના રનૌતની પોસ્ટનો એક સ્ક્રિનશોટ શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું “@mansukhmandviya ને @KanganaTeam ને શું કહેવું છે! #JustAsking”

આ પણ વાંચો…ICC ભારતીય ટીમની તરફેણ કરી, અન્ય ટીમો સાથે અન્યાય કરી રહી છે? આ દિગ્ગજ ખેલાડી એ ઉઠાવ્યા સવાલ

કંગનાએ રનૌત શું લખ્યું હતું?
શમા મોહમ્મદે શેર કરેલા સ્ક્રિન શોટ વાંચવા મળે છે કે કંગનાએ રનૌત ભારતીય ક્રિકેટર્સ અને ખેડૂતો સામે અપમાનજક ભાષા લખી છે. 2021 માં ખેડૂત આદોલન દરમિયાન રોહિત શર્માએ એક પોસ્ટ કરી હતી હતી. આ પોસ્ટ નો જવાબ આપતા કંગનાએ લખ્યું હતું, “આ બધા ક્રિકેટરો ધોબી કા કુત્તા ના ઘર કા ના ઘાટ કા જેવા કેમ લાગે છે, ખેડૂતો તેમના કલ્યાણ માટે ક્રાંતિકારી કાયદાઓનો વિરોધ કેમ કરી રહ્યા છે? આ તો આતંકવાદીઓ છે જે હોબાળો મચાવી રહ્યા છે… આટલો ડર કેમ લાગી રહ્યો છે?”

રોહિત શર્માએ શું લખ્યું હતું?
રોહિત શર્માએ લખ્યું હતું, “જ્યારે આપણે બધા સાથે ઉભા રહીએ છીએ ત્યારે ભારત હંમેશા મજબૂત રહે છે અને ઉકેલ શોધવો એ સમયની જરૂરિયાત છે. આપણા ખેડૂતો આપણા રાષ્ટ્રના કલ્યાણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને મને ખાતરી છે કે દરેક વ્યક્તિ સાથે મળીને ઉકેલ શોધવા માટે પોતાની ભૂમિકા ભજવશે.”

સંબંધિત લેખો

Back to top button