સ્પોર્ટસ

Kamran Akmalએ માફી માગ્યા પછી પણ હરભજને ‘નાલાયક માણસ’ કહીને તેને વધુ પાઠ ભણાવ્યો

ન્યૂ યૉર્ક: નવમી જૂને ટી-20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મૅચ દરમ્યાન શીખ સમુદાય વિશે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ પાકિસ્તાનના વિવાદાસ્પદ ભૂતપૂર્વ વિકેટકીપર કામરાન અકમલે સોશિયલ મીડિયામાં માફી માગી હોવા છતાં ભારતના ભૂતપૂર્વ ઑફ-સ્પિનર હરભજન સિંહે (Harbhajan Singh) અકમલને ‘નાલાયક માણસ’ તરીકે ઓળખાવીને તેને વધુ પાઠ ભણાવ્યો છે.

પોતાની કમેન્ટ બદલ ક્ષમા માગી લેતાં મામલો ઠંડો પડી જશે એવું અકમલે માની લીધું હતું, પરંતુ ભજ્જીએ નવા વીડિયોમાં અકમલને ‘નાલાયક’ કહેવાની સાથે એવું પણ કહ્યું કે આવા લોકોને બહુ ભાવ આપવાની જરૂર નથી.

અકમલે પાકિસ્તાન સામેની મૅચમાં છેલ્લી ઓવર બોલિંગ કરી રહેલા અર્શદીપ સિંહ વિશે કહ્યું હતું કે ‘કુછ ભી હો સકતા હૈ…12 બજ ગયે હૈ.’

શીખ સમુદાય માટે આવી કમેન્ટ કરવી સમગ્ર સમુદાયનું અપમાન કર્યા બરાબર કહેવાય. અકમલની એ દિવસે આ કમેન્ટ ધ્યાનમાં આવતાં જ હરભજને ટિપ્પણીવાળા વીડિયોમાં અકમલને ટૅગ કરીને તેને આકરા શબ્દોમાં વખોડી કાઢ્યો હતો. ભજ્જીએ વીડિયોમાં કહ્યું હતું કે ‘હું કામરાન અકમલને પૂછવા માગું છું કે શું તે શીખોના ઇતિહાસ, એની ઓળખ અને શીખો દ્વારા તારા સમુદાય, તમારી મા-બહેનોની રક્ષા માટે જે અસંખ્ય બલિદાનો અને યોગદાનો આપ્યા હતા એ વિશે તું નથી જાણતો. તારા પૂર્વજોની સલાહ લે અને તેમની પાસેથી જાણી લે કે શીખોએ કેવી રીતે તમારી મા-બહેનોને બચાવવા માટે મુગલો પર હુમલા કર્યા હતા. એટલે હવે પછી આવા કોઈ બકવાસ નહીં કરતો.’

આ પણ વાંચો : T20 World Cup:કામરાન અકમલના મતે ભારત આ ભૂલ સુધારે એ એના જ ફાયદામાં છે

અકમલે માફીનામામાં જણાવ્યું હતું કે ‘મેં શીખ સમુદાય વિશે જે કમેન્ટ કરી એનો મને બેહદ ખેદ છે. હું પ્રામાણિકપણે હરભજન સિંહ અને શીખ સમુદાયની માફી માગું છું. મારા શબ્દો અનુચિત અને અપમાનજનક હતા. હું દુનિયાભરના શીખોનું ખૂબ સન્માન કરું છું અને મારો આશય કોઈના હૃદયને ઠેસ પહોંચાડવાનો હતો જ નહીં. ખરેખર મને બહુ ખેદ છે.’
એક અહેવાલ મુજબ ભજ્જીએ અકમલની માફી સ્વીકારીને કહ્યું છે કે ‘તેણે પોતાની ભૂલ માનીને માફી માગી લીધી એ બહુ સારું કહેવાય, પરંતુ હવે પછી તેણે ક્યારેય કોઈ શીખ કે કોઈ ધર્મના અનુયાયીઓના દિલને ઠેસ પહોંચે એવું કંઈ જ ન કરવું જોઈએ. અમે બધા ધર્મોનું સન્માન કરીએ છીએ પછી ભલે એ હિન્દુ ધર્મ હોય, ઇસ્લામ હોય, શીખ ધર્મ હોય કે ખ્રિસ્તી ધર્મ હોય.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button