ગલૂડિયાંએ બચકું ભર્યાં પછી કબડ્ડી ખેલાડીએ બે મહિને જીવ ગુમાવ્યો

બુલંદશહેર (ઉત્તર પ્રદેશ): બાવીસ વર્ષની ઉંમરના રાજ્ય-સ્તરિય કબડ્ડી ખેલાડી બ્રિજેશ (Brijesh)ને શ્વાન કરડ્યા બાદ ઍન્ટિ-રૅબિઝ વૅક્સિન ન લેતાં બ્રિજેશનું મૃત્યુ થયું હોવાનું તેના એક સંબંધીએ પીટીઆઇને જણાવ્યું હતું.
બે મહિના પહેલાં બ્રિજેશ શ્વાનના બચ્ચાં (puppy)ને મોટી કચરાપેટીમાંથી બચાવવા ગયો ત્યારે એ ગલૂડિયાંએ તેને બચકું (dog bite) ભર્યું હતું. જોકે 28મી જૂને બ્રિજેશની તબિયત અચાનક બગડી ગઈ હતી અને સારવાર લેવા છતાં તેનું મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો: થાણેમાં કબડ્ડી પ્લેયરની હત્યાના કેસમાં કોચની ધરપકડ
તેના સંબંધીઓએ કહ્યું હતું કે ` બ્રિજેશે બે મહિના દરમ્યાન ઍન્ટિ-રૅબિઝ રસી લેવાનું ટાળ્યું હતું, કારણકે તે એવું કહેતો હતો કે તેને કોઈ ગંભીર ઈજા નથી થઈ.
બ્રિજેશે ફરાના ગામમાં કબડ્ડીની વધુ તાલીમ લઈ રહ્યો હતો અને એ અરસામાં તેની સાથે આ જીવલેણ ઘટના બની હતી.
બ્રિજેશના મૃત્યુ બાદ આરોગ્ય વિભાગે ફરાના ગામમાં એક સાથે 29 જણને ઍન્ટિ-રૅબિઝ વૅક્સિન (vaccine) આપી છે.