ત્રીજી ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાનો આ ઝડપી બોલર કરશે વાપસી…
બ્રિસ્બેન (ઑસ્ટ્રેલિયા)ઃ ટીમ ઈન્ડિયાને એડિલેડ ટેસ્ટ મેચમાં 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ ટેસ્ટ મેચમાં મળેલી હાર બાદ ઓસ્ટ્રેલિયાએ શાનદાર વાપસી કરી છે. હવે બધાની નજર ત્રીજી ટેસ્ટ મેચ પર છે. આ મેચ 16 ડિસેમ્બરે બ્રિસ્બેનમાં રમાશે. આ મેચ પહેલા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ફાસ્ટ બોલર જોશ હેઝલવુડની ફિટનેસને લઈને મોટું અપડેટ આપ્યું છે.
આ પણ વાંચો : IND VS AUS TEST: રોહિત શર્માએ કરી પ્રેક્ટિસ, કોહલીએ ટીમને આપી ‘ટિપ્સ’
પેટ કમિન્સની આગેવાની હેઠળની ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમે ભારત સામે બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2025ની ત્રીજી ટેસ્ટ માટે પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવનમાં એકમાત્ર ફેરફાર કર્યો છે. ટીમમાં જોશ હેઝલવુડની વાપસી થઇ છે.
જોશ હેઝલવુડને પર્થ ટેસ્ટમાં ઇજા થઇ હતી, તેથી તેને સ્થાને સ્કોટ બોલેન્ડને લેવામાં આવ્યો હતો. સ્કોટ બોલેન્ડે સુંદર બોલીંગ પ્રદર્શન કર્યું હતું. તેણે મિચેલ સ્ટાર્ક અને પેટ કમિન્સ સાથે મળીને પિંક ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં ભારતની બેટિંગ લાઇનઅપને તોડી પાડવામાં મદદ કરી હતી. તેણે આ ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં 5 વિકેટ ઝડપી હતી. કપ્તાન પેટ કમિન્સે પુષ્ટિ કરી છે કે હેઝલવુડને ગાબા ખાતે સ્કોટ બોલેન્ડના સ્થાને સામેલ કરવામાં આવશે.
બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2025 હાલમાં 1-1 પર છે. ભારતે પર્થ ટેસ્ટ 295 રનના વિશાળ અંતરથી જીતીને શ્રેણીમાં શાનદાર શરૂઆત કરી હતી, પરંતુ એડિલેડ ટેસ્ટમાં કાંગારૂઓએ ટીમ ઈન્ડિયાને 10 વિકેટથી હરાવીને જોરદાર વાપસી કરી હતી. સિરીઝની ત્રીજી મેચ 14મી ડિસેમ્બરથી ગાબા ખાતે રમાશે.
આ પણ વાંચો : World Chess Championships: 18 વર્ષના ડી ગુકેશે રચ્યો ઇતિહાસ, સૌથી યુવા વર્લ્ડ ચેસ ચેમ્પિયન બન્યો
ત્રીજી ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન: ઉસ્માન ખ્વાજા, નાથન મેકસ્વીની, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચ માર્શ, એલેક્સ કેરી (વિકેટ-કીપર), પેટ કમિન્સ (કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, નાથન લિયોન, જોશ હેઝલવુડ.