20 વર્ષની વયે Englandના આ Cricketerનું નિધન, Ben Stokesને કર્યો હતો આઉટ..

અત્યારે IPL-2024નો ફીવર લોકો પર છવાયેલો છે અને આ બધા વચ્ચે ક્રિકેટની દુનિયામાંથી સમાચાર સામે આવી રહ્યા છે. ક્રિકેટની દુનિયા 20 વર્ષના ક્રિકેટરના નિધનથી આઘાતમાં સરી પડી છે. યુવાન ક્રિકેટરે અકાળે દુનિયાને અલવિદા કહેતા લોકો ચોંકી ઉઠ્યા છે. આ યુવાન ખેલાડી છે Englandની ટીમના Left Arm Spinner Josh Bakerનું 20 વર્ષની નાની વયે નિધન થયું હતું.
જોકે, ચોક્કસ કયા કારણસર Josh Bakerનું નિધન થયું છે એ તો જાણી શકાયું નથી પણ વોરસેસ્ટરશાયરની કાઉન્ટી ક્રિક્રેટ ક્લબે Josh Bakerના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. 13 દિવસ બાદ એટલે કે 16મી મેના દિવસે Josh Bakerનો 21મો જન્મદિવસ આવી રહ્યો હતો, પણ એ પહેલાં તેણે આ દુનિયા છોડી દીધી હતી.
Josh Bakerના કરિયરની વાત કરીએ તો 2022માં રમાયેલી એક ફર્સ્ટ ક્લાસ મેચમાં તેણે ઈંગ્લેન્ડની ટીમના ટેસ્ટના કેપ્ટન બેન સ્ટોક્સને આઉટ કર્યો હતો. Josh Bakerએ 2021માં 17 વર્ષની ઉંમરે પોતાનો પહેલો કોન્ટ્રાક્ટ સાઈન કર્યો હતો. આ ઉપરાંત તેણે પોતાના અત્યાર સુધીના ફર્સ્ટ ક્લાસ કરિયરમાં 43 વિકેટ લીધી હતી. લિસ્ટ-એમાં 24 વિકેટ અને ટી20મા કરિયરમાં તેણે 3 વિકેટ લીધી હતી.
Josh Bakerના આકસ્મિક નિધનના સમાચાર સાંભળીને વોરસેસ્ટરશાયરના ચીફ એક્ઝિક્યુટિવ એશ્લે જાઈલ્સે પણ શોકની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું Josh Bakerના નિધનથી અમે બધા આઘાતમાં સરી પડ્યા છીએ અને અમારા માટે તે એક ખેલાડી કરતાં પણ વધારે હતો.