સ્પોર્ટસ

જય શાહ ફૂટબૉલ-ફાઇનલના પ્રસંગે યુઇફાના પ્રમુખને મળ્યા

મ્યૂનિકઃ યુરોપના મ્યૂનિક શહેરમાં યુરોપિયન ફૂટબૉલનું સંચાલન કરતી સંસ્થા યુઇફા (UEFA)ના પ્રમુખ ઍલેકઝાંડર સેફરિનને ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના ચૅરમૅન અને બીસીસીઆઇના ભૂતપૂર્વ સેક્રેટરી જય શાહ મળ્યા હતા. આ મુલાકાત શનિવારે ચૅમ્પિયન્સ લીગ નામની પ્રતિષ્ઠિત ફૂટબૉલ સ્પર્ધાની પીએસજી (PSG) તથા ઇન્ટર મિલાન (INTER MILAN) વચ્ચેની ફાઇનલ પહેલાં યોજાઈ હતી.

જય શાહે આ મુલાકાતના કેટલાક ફોટો અને વિગતો સોશિયલ મીડિયામાં શૅર કર્યા હતા. એક્સ’ પર જય શાહે જણાવ્યું હતું કેફૂટબૉલની પ્રતિષ્ઠિત સ્પર્ધા ચૅમ્પિયન્સ લીગની ફાઇનલ પહેલાં મ્યૂનિક શહેરમાં ક્રિકેટનું પ્રતિનિધિત્વ કરવાનો મને અવસર મળ્યો એ બદલ આનંદ અને ગૌરવ અનુભવું છું. મેં મ્યૂનિકમાં યુઇફાના પ્રમુખ ઍલેકઝાંડર સેફરિન સાથે ઘણી ચર્ચા કરી હતી. હંમેશાં આઇસીસીનો આશય વિશ્વમાં ક્રિકેટનો ફેલાવો કરવાનો રહ્યો છે અને અન્ય રમતની અગ્રણી હસ્તી સાથેની મુલાકાત હંમેશાં યાદગાર બની રહેતી હોય છે.’

યુરોપમાં ઇંગ્લૅન્ડને બાદ કરતા બીજા દેશોમાં ક્રિકેટની રમત બહુ લોકપ્રિય નથી. જોકે આઇસીસીનો હેતુ એ તમામ દેશોમાં ક્રિકેટની લોકપ્રિયતા વધારવાનો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button