IND vs ENG: જસપ્રીત બુમરાહ પહેલી બે ODI નહીં રમે, ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા સાજો થઇ જશે?
નાગપુર: ઇંગ્લેન્ડ સામેની પાંચ T20I મેચની સિરીઝમાં ભારતીય ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કરીને 4-1થી જીત મેળવી હતી. હવે ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ સામે ત્રણ ODI મેચની સિરીઝ (IND vs ENG ODI Series) રમશે, ICC ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા આ સિરીઝ બંને ટીમો માટે મહત્વની રહેશે. આ સિરીઝની પહેલી મેચ 6 ફેબ્રુઆરીના રોજ નાગપુરમાં રમાશે. ભારતીય ટીમ હાલ નાગપુર પહોંચી ચુકી છે અને તૈયારીઓ કરી રહી છે, પરંતુ પહેલી વનડે મેચમાં ભારતનો સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) નહીં જોવા મળે.
Also read : દુબેને કંઈ થયું નહીં હોવાનું ગાવસ્કરે નિવેદન આપીને વિવાદ સર્જ્યો, ગંભીર-સૂર્યા પર ભડ્ક્યા
ઈંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ અને ત્યારબાદ શરુ થનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે BCCIએ ભારતીય ટીમની જાહેરાત પહેલાથી જ કરી દીધી હતી, બંને માટે ટીમો લગભગ સમાન છે, પરંતુ ફરક માત્ર એટલો છે કે જસપ્રીત બુમરાહ ઇંગ્લેન્ડ સામેની પહેલી બે વનડે માટેની ટીમ નહીં હોય.
બુમરાહની ઈજા અને રીકવરી:
ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી ટેસ્ટમાં જસપ્રીત બુમરાહને પીઠમાં દુખાવો ઉપડ્યો હતો, જેને કારણે તેને મેચ અડધેથી જ છોડી દેવી પડી હતી. ત્યાર બાદ તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમી શકશે કે નહીં એ પણ સ્પષ્ટ ન હતું, જેને કારણે ચાહકોની ચિંતા વધી હતી. જોકે, BCCI એ તેને ટીમમાં સ્થાન આપ્યું છે.
Also read : કુસ્તીબાજે રેફરીને લાત મારી અને પછી તો એવી થઈ ધમાલ કે વાત ન પૂછો…
જસપ્રીતની ઈજામાં કેટલો સુધારો થયો છે અને તે કેટલો ફિટ છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. ઈંગ્લેન્ડ સામેની સિરીઝ માટે ટીમની જાહેરાત કરતી વખતે, BCCI એ સ્પષ્ટ કર્યું હતું કે જસપ્રીત બુમરાહ પહેલી અને બીજી ODI મેચ નહીં રમે. જો તે 100 ટકા ફિટ હશે તો જ તે ત્રીજી વનડેમાં સામેલ થશે.
આ પરથી સ્પષ્ટ છે કે BCCI ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા કોઈ જોખમ લેવા નથી ઈચ્છતું કેમ કે જસપ્રીત મેચ વિનર પ્લેયર છે, જે ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
Also read : Viral Video: Mukesh Ambani ને પોતાની જગ્યા પરથી ઉઠવા માટે મજબૂર કર્યા આ તોફાની બેટ્સમેને…
જસપ્રીત બુમરાહે અત્યાર સુધીના 89 ODI મેચોમાં 149 વિકેટ લીધી છે. 150 ના વિકેટ સુધી પહોંચવા માટે તેને ફક્ત એક વિકેટની જરૂર છે.