સ્પોર્ટસ

બુમરાહ ફરી છવાયોઃ ICC ટેસ્ટ ક્રિકેટર ઑફ ધ યરનું સન્માન મળ્યું બુમરાહને

ભારત આવતા મહિને પાકિસ્તાનની યજમાનીમાં આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવાનું છે. એ પહેલા ભારતના લોકો માટે ઘણી ખુશીના સમાચાર આવ્યા છે. ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની 2024ની સાલના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર ઑફ ધ યર તરીકે પસંદગી કરવામાં આવી છે.

બુમરાહને ICC ટેસ્ટ ક્રિકેટર ઑફ ધ યરનું સન્માન મળતા ઇંગ્લેન્ડના જો રૂટ, હેરી બ્રુક અને શ્રીલંકાના કામેન્દુ મેન્ડિઝ જેવા ધરખમ ખેલાડીઓનું સપનું ચકનાચૂર થઇ ગયું છે. આ બધાને પછાડીને બુમરાહે એવાર્ડ જીત્યો છે, જે ઘણી ખુશીની વાત છે.
બુમરાહ તેની આક્રમક બોલીંગ માટે જાણીતો છે. બુમરાહે 2024ની સાલમાં ટેસ્ટક્રિકેટમાં સૌથી વધુ વિકેટો લીધી છે.

આ પણ વાંચો: Coldplay Concert માં જસપ્રીત બુમરાહની સરપ્રાઈઝ એન્ટ્રી; ક્રિસ માર્ટિને ગીત પણ ગાયું…

2024ની સાલમાં બુમરાહ કુલ 13 ટેસ્ટ મેચ રમ્યો હતો, જેમાં તેણે 14.92ની સરેરાશથી 71 વિકેટ લીધી હતી. બોર્ડ-ગાવસ્કર ટ્રોફી 2024-25માં પણ બુમરાહ સૌથી વધુ વિકેટ લેનારો બોલર બન્યો હતો. તેના આ ઉત્કૃષ્ટ પ્રદર્શનના આધારે જ ICCએ બુમરાહને મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઑફ ધ યર માટે પસંદ કર્યો હતો.

પીઠની ઇજાને કારણે બુમરાહ લાંબા સમય સુધી ક્રિકેટના મેદાનથી દૂર રહ્યો હતો. ત્યાર બાદ 2023માં તેણે ટેસ્ટ ક્રિકેટથી વાપસી કરી હતી. ત્યાર બાદ તેણે પાછું વળીને જોયું નથી. તેણે ભારત માટે ફટાફટ વિકેટો લેવા માંડી હતી અને અનેક રેકોર્ડ કર્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button