આમચી મુંબઈસ્પોર્ટસ

‘ક્યારેક ક્યારેક શાંત રહેવું એક સૌથી સારો જવાબ હોય છે…’ હાર્દિકના આવવાથી મુંબઇ ઇન્ડિયન્સના કાફલામાં નારાજગી? આ ખેલાડીની પોસ્ટની છે ચર્ચામાં…


મુંબઇ: આઇપીએલની આગામી સિઝન માટે હાર્દિક પંડ્યાનો ફરી મુંબઇ ઇન્ડિયન્સની ટીમમાં સમાવેસ થયો છે. બે વર્ષ સુધી ગુજરાત ટાયટન્સની ટીમ માટે કેપ્ટનશીપ સંભાળનાર હાર્દિક પંડ્યાની અચાનક જ મુંબઇ ઇન્ડિયન્સની ટીમમાં એન્ટ્રી થતાં ઘણાંને આશ્ચર્ય થયું છે.


પાછલાં બે દિવસમાં હાર્દિક બાબતે અનેક નાટ્યાત્મક ઘટનાઓ બની. આ ઓલરાઉન્ડ ખિલાડી આખરે કઇ ફ્રેન્ચાઇઝી માટે રમશે તે અંગે અનેક અટકળો ચાલી રહી હતી. જોકે સોમવારે મુંબઇ ઇન્ડિયન્સની ફ્રેન્ચાઇઝીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી આ અટકલો પર પૂર્ણ વિરામ મૂક્યો હતો. ત્યાર બાદ હાર્દિકે પણ ઘર વાપસી થતાં આનંદ વ્યક્ત કર્યો હતો. જોકે હવે હાર્દિકની એન્ટ્રીને કારણે મુંબઇના કાફલામાં નારાજગી વ્યાપી રહી છે. તેમાં હવે બુમરાહે કરેલી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે.

મુંબઇના અગ્રેસીવ બોલર જસપ્રીત બુમરાહ આ અંગે એક સાંકેતીત પોસ્ટ કરી છે. ખરેખર તો રોહિત શર્મા બાદ જસપ્રીત બુમરાહ મુંબઇ ઇન્ડિયન્સનો કેપ્ટન થશે એ લગભગ નક્કી હતું. જોકે હવે પંડ્યા મુંબઇમાં પાછો આવતા બુમરાહના હાથમાંથી કેપ્ટનશીપ જશે તેવી ચર્ચાઓ થઇ રહી છે. દકમીયાન બુમરાહે હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી પ્રતીક્રિયા આપી છે. ખાસ વાત તો એ છે કે બુમરાહે એક જ વાક્યમાં ઘણું કહી દધું છે. ક્યારેક ક્યારેક શાંત રેહવું એ સૌથી સારો જવાબ હોય છે. એમ બુમરાહે તેની પોસ્ટમાં લખ્યું છે.

ક્રિકેટ વર્તુળોમાં છેલ્લાં બે દિવસથી ચાલી રહેલ ચર્ચાનો આખરે સોમવારે અંત આવ્યો હતો. હાર્દિકની મુંબઇ ઇન્ડિયન્સમાં એન્ટ્રી થતાં તે 2024ની આઇપીએલ મુંબઇમાંથી રમશે. હાર્દિક તેની હોમ ફ્રેન્ચાઇઝીમાંથી રમવા માંગતો હતો તેથી અમે તેને મુંબઇ ઇન્ડિયન્સમાં મોકલ્યો છે એવી સ્પષ્ટતા ગુજરાતની ફ્રેન્ચાઇઝીએ કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button