નંબર-વન ટેનિસ પ્લેયરે બે વાર પ્રતિબંધિત ડ્રગ્સ લીધું, પણ શા માટે સસ્પેન્શન નહીં!
સિનસિનાટી: પુરુષોની ટેનિસના વર્લ્ડ નંબર-વન યાનિક સિન્નરે ખેલકૂદમાં પ્રતિબંધિત ઍનાબૉલિક સ્ટેરોઇડ લીધું હોવાનું બે વાર પુરવાર થયું છે, પરંતુ તેને સસ્પેન્ડ નહીં કરવામાં આવે.
માર્ચ મહિનામાં સિન્નરનો પ્રતિબંધિત ડ્રગ્સને લગતો બે વાર પૉઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. પરિણામે, ત્યારે તેની ઇનામી રકમ પાછી લઈ લેવામાં આવી હતી તેમ જ તેના નામે અપાતા પૉઇન્ટ પર પાછા ખેંચાયા હતા.
આ પણ વાંચો: શાંત સ્વભાવના ટેનિસ ખેલાડી અલ્કારાઝે આ વળી શું કરી નાખ્યું?
જોકે સ્વતંત્ર ટ્રિબ્યૂનલે જણાવ્યું હતું કે સિન્નરે જાણી જોઈને પ્રતિબંધિત કેફી દૃવ્ય નહોતું લીધું એટલે તેને સસ્પેન્ડ નહીં કરવામાં આવે.
તેને લગતો રિપોર્ટ ઇન્ટરનૅશનલ ટેનિસ ઇન્ટિગ્રિટી એજન્સીએ મંગળવારે જાહેર કર્યો હતો.
આ પણ વાંચો: ઑલિમ્પિક્સની ટેબલ ટેનિસમાં ભારત માટે નવો ઇતિહાસ રચાયો
દરમ્યાન, શુક્રવારે બર્થ-ડે ઉજવનાર સિન્નરે સિનસિનાટી ઓપનમાં સિંગલ્સનો તાજ જીતી લીધો હતો. તેણે ફાઇનલમાં અમેરિકાના ફ્રાન્સિસ ટાયફૉને 7-4, 6-2થી હરાવી દીધો હતો. ઇંગ્લૅન્ડનો ઍન્ડી મરે 2008માં 21 વર્ષની ઉંમરે આ ટૂર્નામેન્ટ જીત્યો ત્યાર બાદ ઇટલીનો સિન્નર આ સ્પર્ધા જીતનાર યંગેસ્ટ પ્લેયર છે. મહિલાઓમાં સિંગલ્સની સ્પર્ધા અરીના સબાલેન્કાએ ફાઇનલમાં જેસિકા પેગુલાને 603, 7-5થી પરાજિત કરીને ટ્રોફી જીતી લીધી હતી.
આવતા અઠવાડિયે ન્યૂ યૉર્કમાં યુએસ ઓપન શરૂ થશે અને એ જીતવા માટે વર્લ્ડ નંબર-વન સિન્નર ફેવરિટ ગણાય છે.