Rohit Sharma's statement on Gill, Jaiswal and Pant

ગિલ, જયસ્વાલ અને પંત માટે રોહિત શર્માએ આપ્યું નિવેદનઃ ત્રણેય એક જ બોટમાં સવાર…

મેલબોર્ન: યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત અને શુભમન ગિલ તેમના અનિયમિત ફોર્મના કારણે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સીરિઝમાં એક જેવી સ્થિતિમાં છે, પરંતુ કેપ્ટન રોહિત શર્માનું માનવું છે કે ત્રણમાંથી કોઈ પર વધારાનો બોજ નાખવામાં આવ્યો નથી, કારણ કે તેનાથી પરિસ્થિતિને વધુ જટિલ બની જશે.

આ પણ વાંચો : યુઝવેન્દ્રની પત્ની ધનશ્રી અને શ્રેયસની ડાન્સમાં પરફેક્ટ કેમિસ્ટ્રી, વિડિયો વાયરલ થયો…

જયસ્વાલે પ્રથમ ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં 161 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી, પરંતુ તે પછી તે કાંઇ ખાસ કમાલ કરી શક્યો નથી. જ્યારે ગિલ અને પંત અત્યાર સુધી રમાયેલી ત્રણ ટેસ્ટ મેચમાં સારી શરૂઆતનો ફાયદો ઉઠાવી શક્યા નથી.
રોહિતે પત્રકારોને આ ત્રણેય બેટ્સમેનોના ફોર્મ અંગે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં કહ્યું હતું કે, “ગિલ, જયસ્વાલ અને પંત જેવા ખેલાડીઓ એક જ હોડી પર સવાર છે. તેઓ જાણે છે કે તે શું કરવામાં સક્ષમ છે. આપણે વસ્તુઓને જટિલ બનાવવી જોઇએ નહી.

તેણે કહ્યું હતું કે, “જયસ્વાલ પહેલીવાર ઓસ્ટ્રેલિયામાં રમી રહ્યો છે. તેણે પહેલેથી જ બતાવ્યું છે કે તે શું કરી શકે છે. તે ખૂબ જ પ્રતિભાશાળી ખેલાડી છે અને જ્યારે તમારી પાસે તેના જેવો ખેલાડી હોય તો તમે તેની માનસિકતા સાથે વધુ પડતી છેડછાડ કરવા માંગતા નથી.”

આ પણ વાંચો : IND vs AUS: ટીમ ઇન્ડિયા સામે ષડયંત્ર! મેલબોર્નમાં પ્રેક્ટીસ માટે આવી પિચ આપવામાં આવી

રોહિતે કહ્યું હતું કે, “તેને શક્ય તેટલી મુક્ત થઇને રમવા દો અને તેની બેટિંગ વિશે વધુ વિચારીને તેના પર વધારાનો બોજ ન નાખો. તે તેની બેટિંગની અન્ય કોઈ કરતાં વધુ સારી સમજ ધરાવે છે અને તે જ રીતે તેણે અત્યાર સુધી ક્રિકેટ રમ્યો છે. એ જ રીતે ભારતીય કેપ્ટન ગિલને લઈને કોઈ પણ રીતે ચિંતિત નથી અને તેને તેના પર પૂરો વિશ્વાસ છે. રોહિતે કહ્યું, “જ્યાં સુધી ગિલનો સંબંધ છે, આપણે બધા જાણીએ છીએ કે તે કેવો કુશળ ખેલાડી છે. તે તેની બેટિંગને સારી રીતે સમજે છે.

Back to top button